રાજકોટ જિલ્લાના તલાટીની 200 જગ્યા ખાલી ; 572ની સામે 372 તલાટી ફરજ પર

રાજકોટ જિલ્લાના તલાટીની 200 જગ્યા ખાલી ; 572ની સામે 372 તલાટી ફરજ પર
રાજકોટ જિલ્લાના તલાટીની 200 જગ્યા ખાલી ; 572ની સામે 372 તલાટી ફરજ પર

એક તલાટી પાસે ત્રણ ગામનો ચાર્જ, એમાં પણ દર ગુરુવારે મીટિંગ, સોમવારે કોર્ટના કામ: બીજો અને ચોથો શનિવારે રજા, આમાં રોજેરોજ ગામમાં હાજરી કેમ પુરવી ? પ્રજાના કામ ક્યારે થાય ?
તલાટીઓ રેગ્યુલર હાજર રહેશે તો થમ્બ મશીન નહીં મુકાય, કચેરી બહાર હાજરીનું બોર્ડ લગાવાશે, ઓગષ્ટ સુધીમાં નવી ભરતી પ્રક્રિયા કરાશે ; પ્રમુખ ભુપત બોદર
દરેક ગામમાં કચેરીની બહાર બોર્ડ મુકવા પ્રમુખની સૂચના

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બોદરે જણાવ્યું છે કે દરેક ગામની કચેરીની બહાર બોર્ડ મુકાશે.જેમાં તલાટી ક્યાં ગામમાં છે ? ક્યાં ચાર્જમાં છે ? ક્યાં દિવસે મળશે ? સંપર્ક નંબરની યાદી ? કચેરીના કામોની વિગત ? બોર્ડમાં મુકવામાં આવશે .આ ઉપરાંત બોર્ડમાં મારો નંબર પણ મુકાશે.

Subscribe Saurashtra Kranti here

તલાટીની કે સરપંચની કામગીરી અંગે સંતોષ નહિ હોય તો સીધો મારી સંપર્ક સાંધી માહિતી મેળવી શકાશે.થમ્બ ઇમ્પ્રેશનના 596 મશીન ખરીદવાના પૈસા ક્યાંથી કાઢવા ?
રાજકોટ જિલ્લામાં પંચાયત તલાટીઓની સતત ગેરહાજરી હોય છે

એવી વ્યાપક ફરિયાદ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર અને કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ તલાટી મંત્રીમંડળના આગેવાનોને આજે મીટીંગ યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રમુખ ભુપત બોદર દ્વારા થંભ મશીન મુકવાની ત્રણ મહિનાની મુદતમાં વધારો કરાયો છે.ત્રણ દિવસની અંદર કામગીરી- હાજરી અંગેનું બોર્ડ કચેરીની બહાર લગાવવા સૂચનાઓ અપાઈ છે.

રાજકોટ જિલ્લા પંચાયતની મીટીંગમાં તલાટી એસોશિસીએશનના પ્રમુખ ચિરાગ ગેરીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 596 ગામ છે અને તલાટી નું મંજુર થયેલ મહેકમ 587 છે આમાંથી 200 જેટલી જગ્યાઓ ખાલી છે.

ત્યારે મોટાભાગે ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવે છે. એક તલાટીને ત્રણ ત્રણ ગામની મૂળભૂત ફરજ સોંપવામાં આવી છે તે ઉપરાંત ચાર્જ ના કારણે વધારાના ત્રણ ગામની કામગીરી આવી પડતી હોવાથી એક જ તલાટી એક જ દિવસમાં તમામ છ ગામમાં કે ત્રણ ગામમાં કેવી રીતે કામ કરી શકે?

તલાટીઓએ જણાવ્યું તલાટીઓ નિયમિત રીતે પોતાના ગામમાં હાજર રહે એ માટે થમ્બ ઇમ્પ્રેશન મશીનથી હાજરી પુરવામાં આવશે એવી જાહેરાત જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી હતી

Read About Weather here

પરંતુ 596 ગામ માટે આટલી મોટી સંખ્યામાં મશીનો ખરીદવાનો ખર્ચ ક્યાંથી કાઢવો એ મોટી સમસ્યા ઊભી થઈ છે. ઉતાવળમાં ને ઉતાવળમાં જાહેરાતો થઇ ગઇ પરંતુ વાસ્તવિકતા નજર સમક્ષ આવતા હવે સમજાવટથી કામ કરવાનું નક્કી થયું હોય તેમ લાગે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here