હાઈરિસ્ક દેશમાંથી આવ્યો હોવાથી શંકાસ્પદ કેસ તરીકે સિવિલના ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેટ કરીને જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલાયા હતા જેમાં ઓમિક્રોન હોવાની ખાતરી થઈ છે તેમ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. રાજકોટ તાલુકાના ત્રંબા ગામે આવેલી આર.કે. યુનિવર્સિટીનો 23 વર્ષનો વિદ્યાર્થી અને મૂળ આફ્રિકાના તાન્ઝાનિયાનો વતની યુવક 15મીએ પોઝિટિવ આવ્યો હતો આ વિદ્યાર્થી તાન્ઝાનિયાનો વતની છે અને રાજકોટ અભ્યાસ માટે આવ્યો છે.
સૌથી ગંભીર વાત એ છે કે તે 12 તારીખે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો અને ત્યાંથી બસ મારફત રાજકોટ આવ્યો હતો. આ બસ કઈ હતી અને ક્યાંની હતી તે અંગે યુવક કોઇ વિગત આપતો નથી તેમજ તેની સાથે ટિકિટ પણ નથી.
જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મુકાયું છે કારણ કે, આ તમામ મુસાફરો લો રિસ્ક કોન્ટેક્ટ કહેવાય અને તેને લઈને જો કોઇને ચેપ લાગ્યો હશે તો વાઇરસ વધુ ઝડપથી ફેલાય શકે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ દર્દીની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, દર્દી ઓમિક્રોન વોર્ડમાં દાખલ છે અને દર્દીની તબિયત સ્થિર છે કોઇ સમસ્યા નથી. ક્યારેક તાવ આવે તો પેરાસિટામોલ અપાય છે અને તાવ ઉતરી પણ જાય છે. અત્યારે કોઇ દવા ચાલુ નથી.
નવા નિયમ મુજબ ઓમિક્રોનના દર્દી હોય તેને કોરોના રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી દાખલ રાખવાના છે. આ માટે ચોથા અને આઠમા દિવસે આરટીપીસીઆર કરાવવા સેમ્પલ લેવાના થાય છે.
Read About Weather here
સોમવારે દર્દીને ચાર દિવસ પૂરા થતા હોવાથી સેમ્પલ લઈ ટેસ્ટ કરી ચકાસણી કરાશે કે હજુ તેના શરીરમાં વાઇરસ સક્રિય છે કે નહીં. આ ઉપરાંત એક 17 વર્ષના સગીરને શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને ઓિમક્રોન વોર્ડમાં દાખલ કરાયો છે અને જીનોમ સિક્વન્સિંગ માટે તેના સેમ્પલ મોકલાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here