પીધેલ હાલતમાં સંજયગીરી ગૌસ્વામી નામના આરોપીએ પોલીસ સ્ટેશનમાં દિવાલ સાથે માથા અથડાવી અને કાચ તોડીને હાથની નસ કાપી નાખી: વધુ લોહી નીકળી જતા બેભાન
સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાયો: તબીયત સ્થિર થયા બાદ પ્રો.હીનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવશે: પી.આઇ
શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આજે બપોરના 11.30 વાગ્યાની આસપાસના સમયમાં પોલીસ સ્ટાફ દ્વારા તેમના વિસ્તારમાંથી પીધેલી હાલતમાં ગાડી ચલાવતા સંજયગીરી ચમનગીરી ગૌસ્વામી (ઉ.વ.34) રહે હુડકો ચોકડી રાજકોટને પકડીને પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી આરોપીને બેસાડની પોલીસ સ્ટાફના લોકો બીજા કામો કરતા હતા તે દરમ્યાન આરોપી સંજયગીરીએ ખેલ શરૂ કર્યા હતા અને જાતે જાતેજ દિવાલમાં માથુ અથડાવી અને બાજુમાં રહેલ બારીના કાચમાં મારીને કાચથી હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કરર્યો હતો!. હાથમાં કાચ મારી લેતા વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હોવાથી બેભાન થઇ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
એ-ડીવીઝન પીઆઇ બંદોબસ્તમાં હોવાને લીધે પોલીસ સ્ટેશને કોઇ સીનીયર અધિકારી ન હોવાથી કર્મચારીઓમાં પણ એક ગભરાટ ફેલાયો હોવાની ચર્ચાઓ થવા લાગી હતી.
બેભાન થઇ જતાની સાથે એ-ડીવીઝનના સ્ટાફે 108 ને બોલાવી હતી અને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Read About Weather here
આરોપીએ શુ કારણ થી આવું કયુ અથવા તો પગલું ભરવા પાછળનું કારણ શું તે આગામી દિવસોમાં તપાસ દરમ્યાન બહાર આવશે. ઉ5રાંત સીસીટીવી ચાલુ હોવાથી તમામ ઘટના કેદ થઇ હોવાનું પોલીસ સ્ટાફના લોકોનું કહેવું છે. કદાચ આ બાબતે ઉપરી અધિકારીઓ દ્વારા સિસિટીવી ચેક થઇને ઉડાંગ પુર્વક પણ તપાસ થઇ તો નવાઇ ન ગણી શકાય.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here