રાજકોટ એસટી ડિવિઝન 125 એક્સ્ટ્રા બસ દોડાવશે

રાજકોટ એસટી ડિવિઝન 125 એક્સ્ટ્રા બસ દોડાવશે
રાજકોટ એસટી ડિવિઝન 125 એક્સ્ટ્રા બસ દોડાવશે

સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પાંચાળ પંથકના તરણેતરના ભાતીગળ લોકમેળાનો મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે, ચાર દિવસીય લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે.

ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મંગળવારથી ૧૨૫ એક્સ્ટ્રા બસ દોડાવાશે. રાજકોટ એસટી બસપોર્ટથી તરણેતરની ટિકિટ રૂ.104 રહેશે.

Read Saurashtra Kranti E-Paper here
​​​​​​​
રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી.બસપોર્ટ સહિત ડિવિઝનના કુલ 9 ડેપો જેમાં ગોંડલ, મોરબી, ચોટીલા, વાંકાનેર, જસદણ, લીંબડી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર ઉપરાંત થાનગઢ અને હળવદથી તરણેતર મેળા માટે કુલ 125 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાનું પ્રાથમિક આયોજન છે.

Read About Weather here

રાજકોટ એસટી બસપોર્ટના સિનિયર ડેપો મેનેજર નિશાંત વરમોરાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એસટી બસ પોર્ટથી તરણેતર લોકમેળાની ટિકિટ રૂ.104 છે. કોરોનાકાળના બે વર્ષ બાદ યોજાઇ રહેલા મેળા માટે આ વર્ષે સારો ટ્રાફિક મળી રહેશે તેવી આશા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here