રાજકોટ એરપોર્ટમાં એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી

રાજકોટ એરપોર્ટ
રાજકોટ એરપોર્ટ

શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ: CISFના જવાનોએ કાચ તોડી આગ બૂઝાવી

રાજકોટ એરપોર્ટ પર આજે સવારના સમયે આગની ઘટના સામે આવી હતી. આજે સવારના સમયે એરપોર્ટની અંદર આવેલી એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તેમજ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જોકે CISFના જવાનોએ કાચ તોડી આગ બૂઝાવી દીધી હતી.આગ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. જોકે સદનસીબે આગ લાગવાના પગલે કોઇ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ એર ઇન્ડિયાના સ્ટેશન મેનેજર હરિઓમ શર્માએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, આજે સવારના સમયે લગભગ 8 વાગ્યાના અરસામાં એરપોર્ટ પરથી ફોન આવ્યો હતો. જેમાં એરપોર્ટ પરની ઓફિસમાં આગ લાગી હોવાનું જણાવતા તેઓ તુરંત એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ એરપોર્ટ પર હાજર CISFના જવાનો દ્વારા અગ્નિશામક સાધનનો ઉપયોગ કરી ઓફિસનો કાચ તોડી માત્ર 10થી 15 મિનીટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગત ડિસેમ્બર મહિનામાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. ત્યારે પહેલા રાજકોટની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા. જોકે, તેમનું વિમાન ઉતર્યાની ગણતરીના મિનીટોમાં જ રનવેની બાજુમાં ઘાસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આગના બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here