રાજકોટ : આજી નદીના પટ્ટમાં ઘોડાને ડૂબતો બચાવતી ફાયરની ટીમ

રાજકોટ : આજી નદી
રાજકોટ : આજી નદી

નદીમાં ભળેલા કેમિકલની અસર થતા બ્રિગેડના જવાનને શરીરે ખંજવાળ ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

શહેરની આજી નદીના પટ્ટમાં કિચડમાં એક ઘોડાને ડુબતો બચાવવા ફાયર બ્રિગેડ ની ટીમ દોડી જઇ બ્રિગેડના જવાનોએ જીવનના જોખમે ઘોડાને બહાર કાઢયો હતો. બનાવ અંગેની કોંગી આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, આજીડેમ પાસે આવેલા રાજ રામેશ્ર્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઇએ ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો હતો. તેમણે તાત્કાલીક જાણ કરી હતી.

Subscribe Saurashtra Kranti here

ફાયર બ્રિગેડની ટીમને સાથે લઇને ઘટના સ્થળે લઇ જઇ ફાયર બ્રિગેડના જવાનોએ જાનના જોખમે કિચડમાં ઘોડાને ડૂબતો બચાવી લીધો હતો. નદીમાં ભળેલા કેમિકલની અસર થતા ફાયરના જવાનને શરીરે ખંજવાળ ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રણજીત મુંધવાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં લગભગ 50થી વધુ ભેંસો ડુબી જતા મોત થયા છે. નદીમાં સાડીના કારખાાનું પ્રદુષિત પાણી ઠલવાય છે. આ અંગે મનપા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કાયમી પ્રશ્ર્નો ઉકેલાયો નથી, આજી નદીમાં ઠલવાતા પ્રદુષિત પાણીથી પીવાના પાણીની લાઇનમાં ભળતા અનેકવાર પ્રદુષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી હતી.

Read About Weather here

નદીમાં ઘોડાને બચાવવા ઉતરેલા એક ફાયર બ્રિગેડના જવાનને નદીમાં ભળેલા કેમિકલની અસર થતા શરીરે ખંજવાળ ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે જાનના જોખમે ઘોડાને બહાર કાઢી બચાવી લીધો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here