રાજકોટ-અમદાવાદ વચ્ચેના 7 ઓવરબ્રિજ માર્ચ સુધીમાં ખુલ્લા મુકાશે

સૌરાષ્ટ્રની 1200થી વધુ એસટી બસ ચૂંટણી કામગીરી માટે લેવાઈ
સૌરાષ્ટ્રની 1200થી વધુ એસટી બસ ચૂંટણી કામગીરી માટે લેવાઈ

4 ટોલ નાકા, કાર-એસ.ટી.બસનો ટોલ ટેક્ષ નહીં: સમગ્ર કામ ઓકટોબર સુધીમાં પૂર્ણ થવાની ધારણા

રાજકોટ-અમદાવાદ રોડને 6 માર્ગીય બનાવવાનું કામ ગતિથી ચાલી રહ્યુ છે. રોડ પર કુલ 41 ઓવરબ્રિજ બનનાર છે તે પૈકી પ્રથમ તબક્કે તૈયાર થનાર 7 બ્રિજ માર્ચ સુધીમાં ખુલ્લા મુકાનાર છે. રાજકોટથી અમદાવાદ વચ્ચેનો 201 કિ.મી.ની લંબાઇમાં 4 ટોલ નાકા બંધાશે. સંપૂર્ણ રોડનું કામ પુરુ થયા બાદ ટોલ નાકા ચાલુ કરવામાં આવશે. કાર અને એસ.ટી. બસ જેવા લોકોપયોગી વાહનોને ટોલ ટેક્ષ લાગુ બસ જેવા લોકોયોગી વાહનોને ટોલ ટેક્ષ લાગુ નહિ પડે.

Visit Saurashtra Kranti Homepage here

ખાનગી બસ, ટ્રક જેવા વ્યવસાયિક હેતુ માટેના વાહનોને ટોલ ટેક્ષ લાગુ પડશે તેવો સરકારનો નિર્ણય છે. સિકસ લેન રોડનું કામ 60 ટકા જેટલુ પુરૂ થઇ ગયુ છે. રોડનું બાકીનું કામ તથા બ્રિજનું કામ ચાલુ છે. માર્ચ સુધીમાં 7 અને જૂન સુધીમાં બીજા 10 બ્રિજ તૈયાર થતા ઉપયોગ માટે ખુલ્લા મુકાશે. રોડ અને બ્રિજ સહિત સંપુર્ણ કામ આવતી દિવાળી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

Read About Weather here

અમદાવાદ પાસે એક બ્રિજ તૈયાર થઇ ગયો છે. જે 7 ઓવરબ્રિજ માર્ચ સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. તેમાં તરઘડિયા, ગુંદા, નવાપુરા (અમદાવાદ), ધોળકા જંકશન, મધાર (સુરેન્દ્રનગર) નવી મોરવાડ વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટ-ચોટીલા વચ્ચે માલીયાસણ પાસે અને ચોટીલા -લીંબડી વચ્ચે ઢેઢુકી પાસે ટોલનાકુ બનાવવામાં આવશે. બાકીના બે ટોલ નાકા લીંબડી-અમદાવાદ વચ્ચે રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here