રાજકોટવાસીઓ પાસેથી કરોડો વસુલનાર રાજકોટ ટ્રાફીક તંત્રને જ નિયમોની ખબર નથી??

રાજકોટવાસીઓ પાસેથી કરોડો વસુલનાર રાજકોટ ટ્રાફીક તંત્રને જ નિયમોની ખબર નથી??
રાજકોટવાસીઓ પાસેથી કરોડો વસુલનાર રાજકોટ ટ્રાફીક તંત્રને જ નિયમોની ખબર નથી??

શહેરીજનોને નિયમોનું પાલન કરાવતું ટ્રાફિક તંત્ર દ્વારા નિયમોનો ઉલાળીયો છતાં ઉચ્ચ અધિકારીઓ મૌન??

નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે: ટ્રાફીક એસીપી મલ્હોત્રારાજકોટ શહેર ટ્રાફીક પોલીસ અનેક વખત ડ્રાઇવો કરીને તેમજ શહેરની અલગ અલગ વિસ્તારમાં ઉભા રહીને શહેરીજનો પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, સીટબેલ્ટ, હેલમેટ જેવા અનેક દંડો કરવામાં આવે છે. રાજકોટમાં તો ઠીક શહેરના એન્ટ્રી પોઇન્ટો ઉપર પણ ટ્રાફીક શાખાનું ચેકિંગ હાલતા ને ચાલતા હોય જ છે. અને અનેક નિયમ તોડનારને દંડવામાં આવતા હોય છે.

કોરોનાકાળમાં સૌથી વધુ દંડ રાજકોટની જનતાએ ભર્યો હોય તેવું પોલીસે જ જાહેર કરેલા આંકડાઓ પરથી સમજાય છે. શહેર પોલીસે અલગ અલગ નિયમોનું પાલન નહિ કરનારા શહેરીજનો પાસેથી છેલ્લા અગિયાર મહિનામાં જે દંડ વસુલ કર્યો છે તે જોતાં લાગે છે કે રાજકોટની જનતાને નિયમોનું પાલન કરવા કરતાં દંડ ભરવો વધુ યોગ્ય લાગી રહ્યો હશે, અથવા તો દંડ ભરવા પ્રજાજનો મજબૂર થઇ રહ્યા છે ? આ વર્ષના જાન્યુઆરી મહિનાથી નવેમ્બર મહિનો પુરો થયો અને ડિસેમ્બરના બે દિવસ ગણી શહેર પોલીસે કુલ 1,17,222 અલગ અલગ કેસ કરી તેના પેટે રૂ. 5,06,20,504 નો દંડ વસુલ કર્યો છે.

પરંતુ આજે એક અલગ ચિત્ર સામે આવ્યું છે. રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા નો પાર્કિગમાં રહેલ બાઇકોને ટોંઇગ કરવા માટે શહેરભરમાં ટોઇંગ વાન ફરે છે. આ ટોઇંગ વાનો ગાડીઓને ટોઇંગ કરીને શીતલ પાર્ક પાસે આવેલા મેદાનમાં રાખી દેવામાં આવે છે. આ સમગ્ર કામગીરી કોન્ટ્રાકટ દ્વારા કરવામાં આવે છે. તેમાં અગ્રવાલ એજન્સીઓ હાલમાં કોન્ટ્રાક્ધટ ચાલી રહ્યો છે. અને તેની ગાડીઓ ટોઇંગ કરવા પહોંચી જતી હોય છે. તેમાં કામ કરતા લોકો પણ ખાનગી એજન્સીના લોકો હોય છે. પણ તે પોલીસ સાથે કામ કરતા હોવા છતા પણ નિયમોનો ઉલાળીયો કરવામાં જરા પણ શરમાતા જ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

રાજકોટવાસીઓ પાસેથી ગાડીઓના લાઇસન્સ માંગતી ટ્રાફીક પોલીસને એ નથી ખબર કે પોતાના જ વિભાગમાં ચાલતી ટોઇંગવાન વગર લાઇસન્સ ચાલે છે. દંડ લઇને રાજકોટ શહેર ટ્રાફીક પોલીસની જીજે 05 એસ.પી.728 નંબરની ટોંઇગ વાન તરૂણ જેવા દેખાતા છોકરાઓ ચલાવીને શહેરના રાજમાર્ગો ઉપર નિકળી જતા હોવા છતા પોલીસ ને ખબર નથી. આખા શહેર ના લોકોને નિયમોનું ભાન કરવા છે પરંતુ તેના જ વિભાગમાં નિયમોનો ઉલાળીયો થતો હોવા છતા મૌન છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટોઇંગ વાન ચલાવતા તરૂણ પાસેથી લાયસન્સ માંગતા તેને કિધુ કે મારી પાસે લાયસન્સ છે નહીં અને મને મારા મેનેજરે મોકલેલ છે. એમ કહી પુરપાટ ઝડપે ટોઇંગવાન લઇ નિકળી ગયો. હવે જો આમા અકસ્માત સર્જાય તો શુ જવાબદારી પોલીસ લેશે પછી કેમ?? એજન્સીના ઉ5રના લોકોને ખબર નથી કે કામગીરી કઇ રીતે કરવામાં આવે છે.

રાજકોટ શહેર ટ્રાફીક પોલીસને શુ પાણીના કેરબા ભરવા માટે ટીપર વાન આપવામાં આવી છે કે નો પાર્કિગના વાહનો ટોંઇગ કરવા માટે અપાઇ છે તે પ્રશ્ર્ન પણ લોકોના મનમાં ઉભો થાય છે.

રાજકોટ શહેરમાં વાહન ચાલકો નિયમભંગ કરતાં રહે છે અથવા તો કયારેક અજાણતા-જાણતા નિયમોનો ભંગ થાય છે અને દંડનો ભરપાઇ કરે છે. ટ્રાફિકને લગતાં નિયમોમાં વાહન ચાલકો વન-વેમાં વાહન હંકારે, ટુવ્હીલરમાં ત્રણ સવારીમાં નીકળે, ડ્રાઇવીંગ લાયસન્સ વગર કે આરસી બૂક અથવા પીયુસી વગર નીકળે, રોંગ સાઇડમાં વાહન હંકારે, વાહનમાં નંબર પ્લેટ ન રાખે કે ફેન્સી નંબર રાખે એ સહિતના અનેક નિયમોનો ભંગ કરે તો ટ્રાફિક પોલીસ કે પછી ચેકીંગમાં રહેલી જે તે ડિવીઝનની પોલીસ તેને મેમો આપી દંડ વસુલ કરે છે.

Read About Weather here

કાર ચાલકો સીટ બેલ્ટ ન બાંધે, કાળા કાચ રાખવા સહિતના નિયમોનું પાલન ન કરે તો તેની સામે દંડની કાર્યવાહી થાય છે. બધા જ વાહન ચાલકો નિયમ ભંગ કરતાં હોતા નથી. અમુક મજબૂરીથી કે અજાણતા નિયમ ભંગ કરી બેસતાં હોય છે. તેને પણ દંડ મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here