રાજકોટવાસીઓએ મધરાતે આતશબાજી કરી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી…

રાજકોટવાસીઓએ મધરાતે આતશબાજી કરી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી...
રાજકોટવાસીઓએ મધરાતે આતશબાજી કરી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી...

એશિયા કપમાં ગઈકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 મેચ રમાઈ હતી. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતની પાકિસ્તાન ટીમ સામેની મેચ જીતી જતા રાજકોટવાસીઓ ખુશખુશાલ બન્યા હતા અને મધરાતે ઠેર ઠેર આતશબાજી સાથે જીતની ઉજવણી કરી હતી. થોડીવાર તો દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું હતું.

ભારત-પાકિસ્તાન વચ્ચે મેચને લઈને ગઈકાલે 7:30 વાગ્યાથી જ રાજકોટવાસીઓ ટીવી સામે ગોઠવાઇ ગયા હતા. અમુક જગ્યાએ તો બીગ સ્ક્રિન પર લોકોએ મેચ નિહાળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર ઠેર ઠેર લોકોએ આતશબાજી કરી હતી. રાજકોટ જાણે ફટાકડાના અવાજથી ગુંજી ઉઠ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોટેચા ચોકમાં પણ યુવાનોએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવા માટે આતશબાજી કરી જીતને વધાવી હતી. તેમજ કેટલાક યુવાનો પોતાની કારમાં રાષ્ટ્રધ્વજ સાથે નીકળી પડ્યા હતા અને જીતની ખુશીમાં ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારતા હોય તેમ નજરે પડ્યા હતા.
રાજકોટવાસીઓએ મધરાતે આતશબાજી કરી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી... ટીમ
રાજકોટવાસીઓએ મધરાતે આતશબાજી કરી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી…

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 5 વિકેટે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારતે 148 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ભારતને આ લક્ષ્યાંકને પાર પાડવામાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો મહત્વનો ફાળો રહ્યો હતો. જ્યારે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ દેખાવ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

Read About Weather here

ઓવરઓલ એશિયા કપના રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનની સામે 14 મેચમાં 8 મેચમાં જીત મેળવી છે. તો પાકિસ્તાને 5 મેચમાં જીત મેળવી છે અને 1 મેચ વરસાદની કારણે ધોવાઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here