ડિવાઈનફીલ ટ્રસ્ટ દ્વારા સેવા-પ્રવૃતિઓના લાભાર્થે આયોજન
ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સેવાયજ્ઞ કરી રહ્યા છે. જેમકે વૃધ્ધાશ્રમમાં જઇ હૂંફની આપલે, બા-દાદા સાથે તહેવારોની ઉજવણી કરવી, જાત્રાઓ કરાવવી, નાના બાળકોના મુખપર હાસ્ય લાવવાનો પ્રયાસ, સમયાંતરે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ, વગેરે યોજાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
આગામી તા.18 શનિવાર ના રોજ રાત્રે 9 કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે વડીલો સાથે એક સંગીતમય ચેરીટી ઇવેન્ટનું આયોજન કરેલ છે. જેમાં નામાંકિત ગાયકો દ્વારા લતા, રફી અને કિશોરના ગીતોથી સંધ્યા જામશે. આ કાર્યક્રમના ખાસ આમંત્રિત વૃધ્ધાશ્રમના વડીલો હશે જેને જુના ગીતોનો આનંદ આપી તેમના મુખારવિંદ પર હાસ્ય લાવવાનો એક નમ્ર પ્રયાસ કરાશે. કાર્યક્રમમાં સ્વામીનારાયણ સંસ્થાના પ.પૂ. અપૂર્વમુનીદાસ સ્વામી દિપ્રાગટ્ય કરી આશિર્વચતન આયવા ખાસ પધારશે.
કાર્યક્રમ ક્ધસેપ્ટ ટીમ ડિવાઇન, તારીક શૈયદ-બરોડા (વોઇસ ઓફ રફી), ડો.પાયલ વખારીયા – અમદાવાદ (વોઇસ ઓફ આશા-લતા), દેવાંગ દવે-સુરત (વોઇસ ઓફ કિશોર) તથા એન્કરીંગ ગાર્ગી નિમ્બાર્ક પોતાના સુરીલા અવાજમાં આ સંગીત સંધ્યાને સુરમયી બનાવશે.
Read About Weather here
શહેરના વૃધ્ધાશ્રમના વડીલો આ કાર્યક્રમનો આનંદ તથા જુના દિવસોની યાદ તાજી કરશે. આ કાર્યક્રમ માત્ર મનોરંજન હેતુ નથી તેમાથી થતી ચેરીટી કોઇના મુખ પર હાસ્ય, કોઇની જીવન જરૂરીયાત તથા કોઇના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો ઉમદા હેતુ રહેલો છે. શહેરના સેવાભાવી દાતાઓને એન્ટ્રી પાસ મેળવવા આયોજક સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવે છે. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંસ્થાનો મો.87359 44501 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here