રાજકોટમાં 15 દિવસમાં 140 લોકોએ પ્લાઝમાં ડોનેટ કર્યુ

56
રાજકોટ
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હવે પ્લાઝમા દાતાનાં એન્ટીબોડી ટેસ્ટ ઉપરાંત કોરોના રિપોર્ટ પણ કરાય છે

રાજકોટમાં કોરોના મહામારીથી લોકો મોતને ભેટી રહ્યાં છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વૈચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલા પ્લાઝમા ડોનેટ કરી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત એક વર્ષમાં 600 દર્દીઓએ અને હવે છેલ્લા પંદર દિવસમાં જ 140થી વધુ દર્દીઓએ પ્લાઝમાનું દાન કર્યુ છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ MDએ જણાવ્યું હતું કે, પ્લાઝમા એ કોરોના સામે શરીરને રક્ષણ આપતું તત્વ એન્ટીબોડી છે. તે લોહીમાં હોય છે. અગાઉ કોરોનાથી સાજા થયેલા દર્દીઓ છે તે હવે આગળ આવ્યા છે અને પ્લાઝમાનું દાન કરી રહ્યાં છે. ગત વર્ષે 600 લોકોએ પ્લાઝમાંનું દાન કર્યુ હતું. જ્યારે છેલ્લા 15 દિવસમાં 140થી વધુ લોકોએ પ્લાઝમાનું દાન કર્યુ છે. સિવિલ હોસ્પિટલમાં હવે પ્લાઝમા દાતાનાં એન્ટીબોડી ટેસ્ટ ઉપરાંત કોરોના રિપોર્ટ પણ લેવાય છે. છ મહિનામાં કોરોના થયો હોય તેમના જ પ્લાઝમા લેવાય છે.

રેમડેસિવિર ઇન્જેક્શનની દર્દીઓને ગંભીર આડઅસરો પણ ભવિષ્યમાં થઇ શકે છે અને મોડરેટ દર્દીમાં કે જેણે થોડુ ઘણુ ઈન્ફેક્શન ફેફસાંમાં ગયું હોય તેમાં જો દર્દી ખાસ કરીને કિડનીની તેમજ લીવરની બિમારીથી પીડાતા હોય તો આ ઈન્જેક્શનથી આડઅસર ગંભીર બનવાનું જોખમ પણ છે. આ કારણે આવા દર્દીને ઈન્જેક્શન આપી શકાતું નથી પણ પ્લાઝમા ચડાવી શકાય છે.

Read About Weather here

સિવિલ હોસ્પિટલના તબીબોએ કે, અગાઉ 80થી 85 ટકા લોકોમાં કુદરતી એન્ટીબોડી આવતું હતું અને હવે 95 ટકા સુધીના દર્દીમાં એન્ટીબોડી હોય છે. યુવાનોમાં કોરોનાના કેસો વધ્યા પણ તેમનામાં એન્ટીબોડી એટલે કે કોરોના સામેનું કુદરતનું સુરક્ષાચક્ર પણ સારુ થયું છે. કોરોનાને મ્હાત આપી સાજા થયેલા યુવાનોએ આગળ આવીને પોતાનાં પ્લાઝમાં અન્ય દર્દીઓ માટે દાન કરવા જોઇએ તેવી તબીબો અપીલ કરી રહ્યાં છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here