રાજકોટમાં 100 કેન્દ્રમાંથી આજે માત્ર 42 કેન્દ્ર જ ચાલુ

રાજકોટમાં 100 કેન્દ્રમાંથી આજે માત્ર 42 કેન્દ્ર જ ચાલુ
રાજકોટમાં 100 કેન્દ્રમાંથી આજે માત્ર 42 કેન્દ્ર જ ચાલુ

રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સિનનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી, બીજા ડોઝ માટે લોકોના ધક્કા

રોજના 20 હજારના લક્ષ્યાંક સામે માત્ર ચોથા ભાગનું વેક્સિનેશન

લોકો વારંવાર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે ધક્કા ખાય રહ્યા છે

રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ વેક્સિનેશન કરી રસીકરણ મહાઅભિયાન શરૂ કરવાના બણગા ફૂક્યા હતા. જોકે તેની સામે વેક્સિનેશનના આ મહાઅભિયાનનો મહા ફિયાસ્કો થયો છે. લોકો વેક્સિન લેવા સામે ચાલીને આવી તો રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

પરંતુ વેક્સિનના અપુરતા જથ્થાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે અને કેન્દ્ર પર રોજ ખાલી ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે રાજકોટમાં મહાઅભિયાનની શરૂઆત થઈ ત્યારે 100 કેન્દ્રો પર વેક્સિનેશન થતું હતું.  રોજ 5થી 6 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છેઆજે 42 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે સતત બીજા દિવસે કોવીશિલ્ડનો જથ્થો રાજકોટને મળ્યો નથી.

તેના કારણે સૌથી વધુ મુશ્કેલી સર્જાય રહી છે. રાજકોટ મનપા દ્વારા રોજ 20,000 લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંક સાથે શરૂઆતના તબક્કે 100 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે દિન પ્રતિદિન વેક્સિનના અભાવે કેન્દ્રો બંધ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ આજે માત્ર 42 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા કાર્યરત છે. જે રવિવારે 60 કેન્દ્ર પર ચાલુ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી પરિસ્થિતિ એવી છે કે લક્ષ્યાંકના ચોથા ભાગનું રસીકરણ માંડ થઇ રહ્યું છે.

એટલે કે 20,000 ના લક્ષ્યાંક સામે માત્ર 5થી 6000 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તંત્રમાં મેનેજમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. જે લોકોએ વેક્સિન આપી તેમને બીજા ડોઝ સમયસર આપી નથી શકતા અને યુવાનો તેમજ 45 વર્ષથી વધુને વેક્સિન આપવાની વાતો કરી રહ્યા છે. આ જોતા એક વાત ચોક્કસ છે કે વેક્સિન ન મળતા લોકોમાં આક્રોષ જરૂર જોવા મળી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે રાજકોટ શહેરમાં 42 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને કોવેક્સિનના 6000 ડોઝ રાજકોટ મનપાને ફાળવવામાં આવ્યા છે. જ્યારે કે સતત બીજા દિવસે કોવિશિલ્ડના એક પણ ડોઝની ફાળવણી કરવામાં આવી નથી. આ સાથે કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ક્યારે મળશે તે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ વેક્સિન ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલના તબક્કે કોવિશિલ્ડ વેક્સિનનો એક પણ ડોઝ રાજકોટ મનપામાં ઉપલબ્ધ નથી.

રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય અને તેમને 84 દિવસ સમય થઇ ગયો હોય માટે બીજા ડોઝ લેવાનો હોય તેવા 1 લાખથી વધુ લોકો છે કે જેમને વેક્સિનનો બીજો ડોઝ ક્યારે આપવામાં આવશે તે હજુ કહી શકાય તેમ નથી.

Read About Weather here

તેમાં મોટાભાગે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો પણ સમાવેશ થાય છે અને તે લોકો વારંવાર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે ધક્કા ખાય રહ્યા છે. રાજકોટ શહેરમાં 100% વેક્સિનેશન સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર પહોંચવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ અપેક્ષા સાથે સપનાઓ જોઇ તો રહ્યા છે પરંતુ વેક્સિન વગર પ્રથમ નંબરે કેવી રીતે પહોંચી શકાય તે પ્રશ્ન તેમના મનમાં કેમ નથી ઉદભવી રહ્યો તે પણ એક સવાલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here