રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતી અને ધો.5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ અંગે તેની પિતરાઇ બહેને જણાવ્યું હતું કે, બહેન ટીવી પર ક્રાઇમ પટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરીયલ જોતી હતી. આથી તેમાંથી આપઘાત કરવાનું શીખી હશે.
બાળકીના પરિવારજનો ગઇકાલે ધાર્મિક પ્રસંગમાં માતા-પિતા જમવા ગયા તે સમયે બંને પિતરાઈ બહેનો ઘરે એકલી હતી. આ સમયે મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઉપરના રૂમમાં એકલી હતી. આ સમયે નાની બહેને હુકમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
બાળકીએ પ્રથમ સોફા પર ઉભા રહી અને આત્મહત્યા કરવા કોશિશ કરી હતી. પરંતુ તેમાં જીવ ન જતા તેણે સેટી પર ખુરશી મૂકી હૂક સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી.
પોલીસે જણાવ્યા મુજબ, બાળકી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે. ગઇકાલે સવારે પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં નૈવેદ્ય પ્રસંગમાં જવા નીકળ્યા હતા.
ત્યારે બાળકીએ સાથે આવવાની ના પાડી હતી. તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરિવારના સભ્યો જતા રહ્યા બાદ પાછળથી તેણે રૂમમાં હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
Read About Weather here
મૃતક બાળકીની પિતરાઈ બહેને જણાવ્યું હતું કે, બહેન રોજ ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સિરીયલ જોવાની ટેવ ધરાવતી હતી. આ જોઈને તેને આપઘાત કરવાનું શીખી હોય તેવું લાગી રહ્યું છે. શા કારણે આપઘાત કર્યો એ હજુ સુધી સમજી શકાતું નથી. હાલ બાળકીના આપઘાતથી પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here