જયારે રાજા અનુકુળ હોય ત્યારે તેના ચહિતા અને માનીતા મંત્રીઓ, વજીરોને વીસેય આંગળી ઘીમાં હોય એવું જીવન જીવવાનો પુરેપુરો મોકો અને મોકળાશ મળતા હોય છે અને રાજાના ચારેય હાથ હોવાથી પ્રધાન મંડળના જોડાયેલા બધાને જીવન સોનેરી બની ગયેલું દેખાય છે અને જ્યાં હાથ નાખે ત્યાં સોનું એવા આનંદના ખાબોચિયામાં કાયમ ધુબાકા મારતા હોય છે અને એવી એક આખી સિસ્ટમ રચાઈ જાય છે. જેમાં સામેલ બધાયના વારા ન્યારા થઇ જાય છે. જીવનમાં મોજ હિ મોજની જેમ બે હાથ પારસમણી જેવા બની જાય છે. રાજા પણ ખુશ અને પ્રધાન મંડળ પણ ખુશ એવી આ સિસ્ટમ રાજકોટ માટે ખૂબ જ મશહુર છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની આ સિસ્ટમના કારણે અનેક રાઈમાંથી રાજા થઇ ગયા છે એ જાણીતી વાત છે. છેલ્લા કેટલાય સમયથી અનિવાર્ય બની ચુકેલી આ સિસ્ટમમાં થોડો બ્રેક આવ્યો હતો. જેના કારણે સિસ્ટમમાં જોડાયેલા થોડા સમય માટે હક્કા- બક્કા થઇ ગયા હતા. કહેવાય છે કે, સુખ અને દુ:ખનું ચક્કર ચાલ્યા કરે છે એવા આ પ્રધાન મંડળમાં સામેલ લાગતા-વળગતાના દુ:ખનાં દહાડા જલ્દી પુરા થઇ ગયા હોય એવા નક્કર અને સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે અને ટૂંક સમય માટે ખોરંભાઈ ગયેલી રાજકોટની એ સિસ્ટમના પુન: શ્રીગણેશ થઇ ગયા છે. તેવું માહિતગાર સાધનોએ જાહેર કરી દીધું છે.
કહેવાય છે કે, નવા રાજા આવ્યા બાદ જુના કાટલાઓને છૂટો દૌર મળી ગયો છે અને બંધાઈ ગયેલી સિસ્ટમની દૌર ફરી જુના કાટલાઓનાં હાથે જ છૂટી મુકાઇ દેવાઈ છે પછી તો પૂછવું જ શું? મોજા હિ મોજા જ હોયને?!! ખુશીનો માહોલ પ્રધાન મંડળમાં ફરીથી છવાય ગયો છે અને અગાઉના દાયકાઓમાં જોવા મળતી પરિસ્થિતિ જેવી જ પરિસ્થિતિ ફરી નિર્માણ થઇ ગઈ છે એની એ જ સિસ્ટમ જેના માટે રાજકોટ બહુચર્ચિત છે એ સિસ્ટમ ફરી તેના ઠેકાણે ગોઠવાઈ ગઈ છે.
સિસ્ટમમાં હિસ્સેદારી ધરવતા અને લાંબા સમયથી સિસ્ટમનું અંગ બનેલાને ત્યાં તો લાપસીના આંધણ મુકાઇ રહ્યા છે અને આનંદ-આનંદ છવાઈ ગયો છે. પરિણામ સિસ્ટમનું પુન: કાર્યરત થવું અને પ્રધાન મંડળમાં કુદાકુદ થવી એ સ્વાભાવિક મનાઈ છે કેમકે કહેવાય છે કે, રાજાના આદેશ અનુસાર જ પ્રધાન મંડળો દ્વારા જુના ચોપડા ફરીથી ખોલવામાં આવ્યા છે. સરવૈયા કાઢી-કાઢીને કામગીરી સોપવામાં આવી રહી છે અથવા તો સોંપાઈ ગઈ છે. રાજાએ હસતા મોઢે લીલીઝંડી આપી દીધી છે અને સિસ્ટમને પુરા જોશથી વેગવાન બનાવવાનો મર્મભર્યો ચોખ્ખો છૂટો આદેશ પણ અપાઈ ગયો છે. એટલે સિસ્ટમમાં બ્રેક આવવાથી અચાનક પોતાની જાતને ‘બેકાર માનવા લાગેલા’ એ સહુ એકાએક બેકારીની દશામાંથી બહાર આવી ગયા છે અને એમના પર ફરી ચારે તરફથી આશીર્વાદના વરસાદની ઝડી વરસવા લાગી છે. એટલે આનંદ તો છવાઈ તેમાં કઈ નવાઈ નથી.
Read About Weather here
રાજાએ પ્રધાન મંડળમાં કેટલાકને અગાઉની જેમ અગ્રતાક્રમ ન આપતા એવા કેટલાકની લાગણીઓ દુભાઈ ગઈ હતી પણ સાનમાં સમજી ગયા છે કે, સિસ્ટમ વગર જીવતર આકરૂં થઇ પડે. એટલે ચુપચાપ મુંગામોઢે કામે લાગી ગયા છે અને સિસ્ટમ અગાઉ કરતા વધુ જોરશોરથી બુલડોઝરની જેમ શહેરભરમાં હમચી ખુંદવા લાગી છે. રાજા ખુશ અને પ્રધાન મંડળ પણ ખુશ બાકી પરિણામની ક્યાં કોઈ ચિંતા કરે છે? ઉપરી જ છૂટ આપે તો સિસ્ટમ તરોહ તાજા થઈને ફૂલવા- ફાલવા લાગે જ. સિસ્ટમના હિસ્સેદારો તો લહેરથી અને આનંદથી મનમાં ગુંજન કરતા સંભળાઈ છે કે, ‘જીસકા મુઝે થા ઈન્તેજાર, જિસકે લીએ દિલ થા બેકરાર, વો ઘડી આ ગઈ.. આ ગઈ…’!!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here