રાજકોટમાં સિટી બસ સેવાનો વિનામુલ્યે લાભ આપવા બજેટમાં જોગવાઇ કરવાની માંગ

રાજકોટમાં સિટી બસ સેવાનો વિનામુલ્યે લાભ આપવા બજેટમાં જોગવાઇ કરવાની માંગ
રાજકોટમાં સિટી બસ સેવાનો વિનામુલ્યે લાભ આપવા બજેટમાં જોગવાઇ કરવાની માંગ

મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને વિદ્યાર્થીઓને લાભ આપવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની રજૂઆત

મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ.કમિશનરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ વૈશ્ર્વિક કોરોના મહામારીમાં રાજકોટના અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમજ કોરોના કાળને બે વર્ષ થઇ રહ્યા છે હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે, જયારે બીજી લહેરમાં સૌથી વધુ લોકોના મોત થયા છે, ત્યારે ત્રીજી લહેરમાં ઘરે ઘરે કોરોનાના કેસ છે. નાના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની સ્થિતિ કથળી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ, સરકારે સ્કુલ ફીમાં વધારો મંજુર કર્યો છે, નાના વેપારીઓ, ધંધાર્થીઓ અને વ્યવસાયિકો છેલ્લા બે વર્ષથી બેહાલ છે ત્યારે પ્રજા આર્થિક બોજા, બેરોજગારી, મોંધવારી, બેંકલોનના હપ્તા, બાળકોની વધતી શાળા ફી, સહિતના પ્રશ્ર્ને નાના-ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં કોઈપણ જાતનો વેરામાં વધારો નહી સૂચવવા રજૂઆત કરીએ છીએ તેમજ એક વર્ષનો પ્રોફેશનલ ટેક્સ માફ કરવા રજૂઆત કરીએ છીએ.

તેમજ રાજકોટ શહેરની રહેણાંક મિલકતના વેરામાં વ્યાજ માફી આપવા બાબતે માંગ કરીએ છીએ તેમજ વર્ષ 2020-21 અને વર્ષ 2021-22ના કોરોના કાળમાં એડવાન્સ વેરો ભરનાર નિયમિત કરદાતાઓને વેરામાં જે 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તેવા નિયમિત કરદાતાઓને 20 % ડિસ્કાઉન્ટ આપવા અને જે નિયમિતકરદાતાઓને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું

તેવા નિયમિત કરદાતાઓને 30% ડિસ્કાઉન્ટ આપવા અમો માંગ કરીએ છીએ તથા ગેરેજ, હેર ડ્રેસર, રીપેરીંગ કામ કરતા હોય, રીક્ષા ચાલકો, ટ્રક ચાલકો, કલરકામ, કડિયાકામ, મજુરી કામ, કાર ડ્રાઈવરો, રેકડીમાં ધંધો કરતા ધંધાર્થીઓ, સહિતના નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને વ્યવસાયિકોને એક વર્ષનો મિલકત વેરા માફ કરવા અંગે માંગ કરીએ છીએ.

Read About Weather here

રાજકોટ મહાનગરપાલિકાની બી.આર.ટી.એસ. અને સિટી બસ સેવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ તથા મહાનગરપાલિકાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ કોરોનામાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા આ વિદ્યાર્થીઓ 18 વર્ષના થાય ત્યાં સુધી બસ સેવાનો વિનામૂલ્યે લાભ આપવા અંગે વર્ષ 2022-23ના બજેટમાં જોગવાઈ કરવા આપને લોકોના હિતમાં માંગ કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here