શહેરમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.નીચાણવાળા વિસ્તારમાં મવડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, 150 ફૂટ રીંગ રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.સોમવારે બપોર પછી વરસાદ શરૂ થયો હતો. સાંજે સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં 75 મીમી એટલે કે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં 12 મીમી અને ઇસ્ટ ઝોનમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
શહેરમાં અમુક વિસ્તારમાં ઝાપટાં જ્યારે વેસ્ટ ઝોનમાં 150 ફૂટ રીંગ રોડ અને મવડીમાં વરસાદથી ચોમેર પાણી ભરાયા હતા. ચોમાસાની હજુ શરૂઆત થઈ છે ત્યાં મહાનગરપાલિકાની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે. સામાન્ય વરસાદ પડતા જે વિસ્તારોમાં પાણી ભરાયા ત્યાં સ્થળ, વિઝિટ કરી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાય તો ચોમાસામાં ભારે વરસાદ પડે તો પાણી ભરાયાનો ક્યાંય પ્રશ્ર્ન જ ઉભો ન થાય.શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાય છે. પાણીના નિકાલની વ્યવસ્થા માટે અધિકારીઓની બેઠકો મળે છે.
Read About Weather here
ખર્ચ કરવામાં આવે છે પણ કોઈ કાયમી વ્યવસ્થા નથી.વોર્ડ નં.15 ના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરેશભાઈ પરમારે જણાવ્યું છે કે, મહાનગરપાલિકા જાણે મોસમ વિભાગથી અજાણ હોય અને રાજકોટમાં ચોમાસાની સીઝનના પાંચ છાંટા પડયા કે રોડ પર પાણી પાણી ઠેર ઠેર ભૂગર્ભ ગટરોના ગંદા પાણી છલકાઈને રોડ પર આવવા લાગ્યા.નીચણવાળા વિસ્તારોમાં શેરીઓ ગલ્લીઓએ પાણીનો ભરાવો થવા લાગ્યો. મહાનગરપાલિકા પાલિકા દ્વારા જનરલ બોર્ડની મિટિંગમાં ભાજપના 68 કોર્પોરેટરો પ્રજાલક્ષી પ્રશ્ર્નો બાબતે વિરોધપક્ષ સાથે તું તું મેં મેં કરીને જનરલ બોર્ડનો સમય બરબાદ કરવા પ્રયત્નો કરે છે તે સમજાતું નથી. જનરલ બોર્ડમાં પ્રિમાન્સુન કામગીરી હાથ ધરવાની શરૂઆત થાય તે પહેલાં જ વરસાદે મહાનગરપાલિકાની પોલ અને પ્રજાલક્ષી પ્રશ્ર્નોની પોલ છતી કરી નાખી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here