રાજકોટમાં સરકારી ચોપડે ગોલમાલ, 24 જ કલાકમાં કોરોનાથી 14ના મોત!

77
રાજકોટ
રાજકોટ

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્ છે

Subscribe Saurashtra Kranti here

શહેરમાં કોરોનાના કેસો વધવાની સાથો સાથે મોતનો આંકડો પણ બિહામણો બની રહૃાો છે. અહીં છેલ્લા ૨૪ જ કલાકમાં કોરોનાના ૧૪ દર્દીઓ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. જોકે આ દર્દીઓના મોત અંગે નિર્ણય તો ડેથ ઓડિટ કમિટી લેશે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસે માથું ઉચક્યું છે. આકારા ઉનાળાની સાથો સાથ કોરોના વાયરસ પણ આકારા પાણીએ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં વાયરસે અજગરી ભરડો લીધો છે. જેના એક જ અઠવાડીયામાં ગંભીર પુરાવાઓ સામે આવ્યા છે.

છેલ્લા ૨૪ જ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં લગભગ ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ૪ જ દિવસમાં શહેરમાં ૮૬ લોકોના મોત નિપજ્યા છે. રાજકોટના સ્મશાનોમાં કોવિડ ગાઈડલાઈન સાથે થતા અંતિમ સંસ્કારનો આંક બતાવે છે કે, રાજકોટમાં છેલ્લા ૪ દિવસમાં ૮૬ કોરોનાગ્રસ્તોના અંતિમદાહ અપાયા છે. જોકે સરકારી આંકડામાંથી તેનો અંદાજ મળતો નથી કારણ કે, શરૂઆતથી મૃત્યુઆંકના મુદ્દે ચાલતી છૂપાછૂપીની રમત હજૂયે ચાલી રહી છે. હવે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે, કોરોનાના દર્દીઓના મોત અંગે નિર્ણય તો ડેથ ઓડિટ કમિટી લેશે.

Read About Weather here

રાજકોટના બાપૂનગર સ્મશાનગૃહમાં નિર્મલભાઈ જણાવે છે કે, અમારે ત્યા સતત ડેડ બોડી આવી રહી છે, ઈલેકટ્રીક ભઠ્ઠી મોટા ભાગે ચાલુ જ રહે છે, સવારના સમયે એક સાથે બે  ત્રણ મૃતદેહો આવી જતા વેઈટીંગ રાખવું પડે છે. રામનાથપરા મૂક્તિધામ ખાતે તા. ૩૧મી માર્ચે એક જ દિવસમાં ૧૩ મૃતકોના અંતિમ સંસ્કાર થયા હતા. કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થાય એટલે હોસ્પિટલ દ્વારા સ્મશાન ઓથોરીટીને જાણ કરવામાં આવે છે. દરેક સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતકોનું અલગ રજીસ્ટર રાખવામાં આવે છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here