રાજકોટમાં રવિવારે સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. સવારે વાતાવરણ ચોખ્ખું હતું પણ હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે બફારો અનુભવાયો હતો. બપોરે મહત્તમ તાપમાન 38.7 રહ્યું હતું.પવનની ઝડપ 21 કિલોમીટર રહી હતી. બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડી હતી. જોકે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 30 મિનિટમાં 16 મીમી વરસાદ પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ 3 દિવસ હળવાથી 3 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે. આ દિવસોમાં દક્ષિણ પશ્ર્ચિમના પવન ફૂંકાવાની સંભાવના છે.હવામાન ખાતાના જણાવ્યાનુસાર સવારે લઘુતમ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી રહ્યું હતું. આમ મહત્તમ અને લઘુતમ તાપમાન 14 ડિગ્રીનો જ ફેર રહ્યો હતો. રાજકોટમાં 30 મિનિટમાં 16 મીમી વરસાદ આવતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદ બાદ વાતાવરણમાં થોડી વારમાં થડક છવાઈ હતી.ત્યારબાદ ભેજનું પ્રમાણ વધી 95 ટકા રહેતા ફરી બફારો અનુભવાયો હતો.
Read About Weather here
વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ગરમીથી આકુળવ્યાકૂળ બન્યા હતા. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં સીબી ફોર્મેશન સર્જાશે ત્યાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે સરેરાશ કરતા વધુ વરસાદ પડશે.કોઠારિયા વિસ્તારમાં રોડ-રસ્તા ખરાબ હોય વરસાદી ઝાપટાં પડતાની સાથે જ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું હતું અને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. રવિવારે સાંજના વરસાદ આવતા બાળકો અને મોટેરાઓ વરસાદમાં નહાવા માટે બહાર નીકળી ગયા હતા. વરસાદને પગલે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં તાપમાનનો પારો ઘટીને 35 ડિગ્રીએ નીચે પહોંચી ગયો હતો અને લોકોને બફારામાંથી રાહત મળી હતી. હજુ બે-ત્રણ દિવસ બફારાનો અહેસાસ થવાની સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here