રાજકોટમાં સતત ચોથા દિવસે કોરોનાનો આંકડો શૂન્ય

ભારતમાં કોરોના કેસમાં વધારો : ત્રીજી લહેર નજીક
ભારતમાં કોરોના કેસમાં વધારો : ત્રીજી લહેર નજીક

કોરોના કાબુમાં આવી જતા લોકોને નિયમો ન તોડવા અપીલ

રાજકોટ શહેરમાંથી કોરોના મહામારીએ વિદાય લઇ લીધી હોય તેમ સતત ચોથા દિવસે કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. બુધવારે પણ કોરોનાનો આંકડો શૂન્ય રહ્યો હતો આજે ગુરૂવારે પણ બપોર સુધીમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.

મનપાએ આપેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 42319 દર્દીઓ સ્વસ્થ થઇને હેમખેમ ઘરે પહોંચી ગયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 12,59,929 શહેરીજનોનો કોરોના ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યો છે.લોકો વેક્સિન લેતા થાય છે. તેથી લોકોમાં કોરોના ગાઈડલાઈન અંગે જાગૃતતા આવતા સતત ચોથા દિવસે કોરોનાનો આંકડો શૂન્ય આવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

આજે તા.29 ને ગુરૂવારે બપોર સુધીમાં 18 થી 44 વર્ષની વયનાં કુલ 4397 નાગરિકો અને ૪૫ વર્ષથી મોટી ઉમરનાં કુલ 2298 મળી કુલ 6695 નાગરિકોએ કોરોના રસી મુકાવી હતી.

Read About Weather here

રાજકોટ મનપા અને કલેકટર તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે કોરોનાની મહામારી કાબુમાં ભલે આવી ગઈ પણ લોકોએ હજુ સાવધાની રાખવાની રહેશે કેમકે, હજુ ત્રીજી લહેરની જોખમ સામે દેખાય છે માટે કોરોના પ્રોટોકોલને સખ્ત રીતે અમલ કરતા રહેવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here