સોમવારે વધુ 4724 નાગરીકોએ રસી મુકાવી
રાજકોટ શહેરમાં કોરોના મહામારીના હવે રીતસર 12 વાગી ગયાં છે. આજે પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોતો. છેલ્લા 4 દિવસથી કોરોનાએ મીંડુ મુકાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13 લાખ અને 7 હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યું છે. રીકવરી રેઇટ 98.89 ટકા જેવો થઇ ગયો છે.
શહેરમાં અત્યાર સુધીમાં કુલ 42332 નાગરીકો કોરોનાને મહાત કરવામાં સફળ થયા છે.સાથે સાથે રસીકરણ પણ એકધારૂ ચાલી રહયું છે.
સોમવારે બપોર સુધીમાં 18 થી 44 વર્ષની વયના કુલ 3175 લાભાર્થીઓ તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1549 નાગરીકો સહિત કુલ 4724 શહેરીજનોએ કોરોનાની વેક્સિન લઇ લીધી હતી.
રાજકોટ મહાનગર પાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા ફરીવાર અપીલ કરવામાં આવી છે કે, કોરોનાનો લગભગ ખાતમો થઇ ગયો છે છતાં ત્રીજી લહેર ન આવે એ માટે પુરેપુરી સાવચેતી રાખવી જરૂરી છે
Read About Weather here
એ માટે માસ્કને જીવનની અનિર્વાય રોજીંદી જરૂરીયાત સમજીને પહેરો અને બને ત્યાં સુધી ભીડભાડ કરવાનો ટાળો તથા સામાજીક અંતર જાળવી રાખો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here