ગઇકાલે મોડીસાંજે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે આજે પણ અનરાધાર વરસાદ તુટી પડશે તેવો માહોલ જોવા મળ્યો હતો અને ગઇકાલે સતત ચોથા દિવસે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના રસ્તાઓમાં નદીઓ વહી હતી. મોડીસાંજે ભારે વરસાદથી નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બે કલાકમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ગઈકાલ મુજબ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો.જોકે શહેરીજનોએ ગરમી સામે રાહત અનુભવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
બપોર બાદ શહેરનું વાતાવરણ પલટાયુ હતું, સાંજે મેઘરાજાએ માંજા મૂકી હતી. અનેક રાજમાર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા હોવાનું જોવા મળ્યું હતું. અનેક સ્થળોએ પાણી ભરાયા હતા.સાંજે 7.15થી 7.45 વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં એટલે કે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં 14 એમ.એમ. સેન્ટ્રલ ઝોન એટલે કે ઢેબર રોડ, રેસકોર્સ, સાંજ સમાચાર સર્કલ, ત્રિકોણ બાગ, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં 5 એમ.એમ. વરસાદ વરસ્યો હતો. સાંજે 7.45થી 8.45 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 15 એમ.એમ., વેસ્ટ ઝોનમાં 18 એમ.એમ. અને ઈસ્ટ ઝોન એટકે કે સામાકાંઠા વિસ્તારમાં 4 એમ.એમ. જેટલું પાણી વરસ્યું હતું.
Read About Weather here
રાજકોટમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયારોડ, મવડી, નાનામોવા, કાલાવડ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ મેઘસવારી વરસી હતી. સૌરાષ્ટ્રભરમાં હજુ પણ બે દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here