રાજકોટમાં વિવિધ ક્ષેત્રના સેવાભાવિઓને એવોર્ડ અપાશે

રાજકોટમાં વિવિધ ક્ષેત્રના સેવાભાવિઓને એવોર્ડ અપાશે
રાજકોટમાં વિવિધ ક્ષેત્રના સેવાભાવિઓને એવોર્ડ અપાશે

ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ આપવાનો અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો સન્માન સમારંભ તા.12ને રવિવારે યોજાશે

ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભારતની 100 વર્ષ જૂની ઠંડાપીણાંની સ્વદેશી બ્રાન્ડ સોસિયોના સહયોગથી રાજકોટના અલગ અલગ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન કરી સમગ્ર ગુજરાત અને ભારતમાં રાજકોટનું નામ ઉજાગર કરનારઓને પ્રતિવર્ષ સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ – એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે આગામી તા.12 ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 10 વાગ્યે રોટરી ગેટરભવના કોઠારી નિદાન કેન્દ્રની બાજુમાં, વિધાનગર મેઈન રોડ ખાતે મહાનુભાવો અને શહરશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અપાશે. સાથોસાથ તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય વિધાનસભામાં જવલંત વિજય હાંસલ કરનાર ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ રમેશભાઈ ટીલારા અને ઉદયભાઈ કાનગડને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવશે.

સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવિણ ચાવડા તેમજ કિરીટ ગોહેલએ જણાવ્યું છે કે, ફીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા સતત ચોથા વર્ષ 2023 નો સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 5 શ્રેષ્ઠીઓ જેમાં આરોગ્ય ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરી સાથોસાથ જીવદયા અને માનવસેવામાં પણ કાર્યરત ડો. મયંક ઠક્કર શિક્ષણ ક્ષેત્રમાં પછાત વિસ્તારનાં બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતા અને તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાંથી શહેરની સેન્ટમેરી શાળાના શિક્ષકને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો હતો એવા ઉમેશભાઈ વાળા સેવાક્ષેત્રેમાં જીવદયા ક્ષેત્રે તેમજ દર્દીનારાયણના લાભાર્થે પંચનાથ એનિમલ હોસ્પિટલ અને પંચનાથ સાર્વજનિક હોસ્પિટલની ભેટ આપનાર તેમજ અબોલ જીવોને નવજીવન આપવા નિમિત બનવાનું કાર્ય કરનાર મયુરભાઈ શાહ, જ્યારે લોકસાહિત્ય ક્ષેત્રમાં લોકગીતો, દુહા-છંદ અને ભજનો થકી લોકસંગીતને જીવંત રાખ્યું છે. તેમજ ગુજરાતના સુપ્રસિધ્ધ લોકગાયક, પત્રકાર, લેખક એવા નિલેશભાઈ પંડયા સહકાર ક્ષેત્રમાં વિના સહકાર નહીં સંસ્કાર આ ઉકિતને જીવનમાં ખરા અર્થમાં વણી લઈ સહકાર પ્રવૃતિ થકી વંચિતોના વાણોતર એવા ડો.પ્રવીણભાઈ નિમાવતને આ પારિતોષિક અર્પણ કરવામાં આવનાર છે.

આ અંગે વધુ વિગત જણાવતા સંસ્થાના મહામંત્રીઓ સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, ચંદ્રેશ પરમાર અને અલ્પેશ પલાણ જણાવે છે કે ફીડમ યુવા ગ્રુપ પ્રતિવર્ષ સંસ્થાકીય રીતે નોંધનીય કાર્ય કરતી શહેરની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓને સોસિયો પ્રાઈડ ઓફ-રાજકોટ એવોર્ડ અર્પણ કરે છે. જેમાં ચાલુ વર્ષ જીવદયા ગ્રુપ તેમજ બાળકોમાં થતાં ડાયાબિટીસના રોગો તેમજ તેમના નિદાન અને જાગૃતિ માટે અપૂલ દોશીના વડપણ હેઠળ કાર્યકરતી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને અર્પણ કરવામાં આવનાર છે.

ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટના રજત જયંતિ વર્ષ તેમજ સોસિયો બ્રાન્ડ અર્થાત શતાબ્દી જનવિશ્ર્વાસની શતાબ્દી સ્વદેશી સ્વાભિમાનનીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ-2023 અને ધારાસભ્યઓના સન્માન કાર્યક્રમ કંચન બોટલીંગ પ્રા. લી. ના ચેરમેન બીપીનભાઈ પલાણના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેરનાં પ્રથમ નાગરિક ડો.પ્રદીપ ડવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે શહેરશ્રેષ્ઠીઓ કશ્યપભાઈ શુક્લ, રાજુભાઇ ભંડેરી, નેહલભાઈ શુક્લ, સર્વાનંદભાઈ સોનવણી, દેવાંગભાઈ માંકડ, મુકેશભાઇ દોશી, કિરીટભાઈ પટેલ, ડી.વી. મેહતા, કીરેનભાઈ છાપીયા, યશભાઈ રાઠોડ, જયશ્રીબેન ચાવડા, રમેશભાઈ ઠક્કર તેમજ વર્ષાબેન પાંધી સાહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

Read About Weather here

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરાના નેતૃત્વમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, ચંદ્રેશ પરમાર, અલ્પેશ પલાણ, જે. પી. ફૂલારા, રાજન સુરૂ, રસિક મોરધરા, ધવલ પડીઆ, વિરલ પલાણ સાહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here