રાજકોટમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ: આજી નદી બેકાંઠે

રાજકોટમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ: આજી નદી બેકાંઠે
રાજકોટમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ: આજી નદી બેકાંઠે

પોપટપરાનું નાળું બંધ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
150 રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, કોઠારિયા રોડ, સંત કબીર રોડ સહિતના રાજમાર્ગો પર નદીઓ વહી :અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસ્યા લલ્લુડી વોકળીમાં રહેતા સેંકડો રહેવાસીઓનું સ્થળાંતર
રાજકોટ જળબંબાકાર :જનજીવન ઠપ્પ,સતત વરસાદ ચાલુ: એન.ડી.આર.એફની ટીમ ખડે પગે
રાજકોટ,તા. 13 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇ કાલ સવારથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં આજે સવારથી 10 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. અને સતત ચાલુ છે આથી રાજકોટની સ્થિતી જળબંબાકાર જેવી થઇ છે. બજારોમાં વરસાદી કર્ફયુ છવાયો હતો. સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. રાજમાર્ગો ઉપર નદીઓ વહી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતી ગંભીર બની હતી. હજુ વરસાદની આગાહી એમ.ડી.આર.એફની ટીમ ખડે પગે રહી હતી.ગઇ કાલે સવારે 7 વાગ્યાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદ વરસી રહ્યો હતો અને સવારે પુરા થતા સવારથી 10 ઇંચ જેટલુ પાણી પડી જતાં મધ્ય રાજકોટના રામનાથ પરા, પ્રહલાદ પ્લોટ, મોચી બજાર ખાડો, મીલપરા, લલ્લુડી વોંકળી સહિતના વિસ્તારોમાં વોકળાઓ હાઉસફુલ થઇ જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જયારે રૈયા રોડ, આઝાદ ચોક, મવડી ચોકડી, રામાપીર ચોકડી, 150 ફુટ રીંગ રોડ, સંત કબીર રોડ, સાધુવાસવાણી રોડ, સહીતના રાજમાર્ગો ઉપર નદીઓ વહી હતી. વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા.જ્યારે પોપટપરા નાલુ પણ ભરાઇ ગયું હતું. આથી જંકશન વિસ્તારનો શાસ્ત્રીનગરના વોકળા કાંઠાનો વિસ્તારો જળબંબાકાર થયા હતા.
સતત ભારે વરસાદને પગલે મેયર સવારથી ફિલ્ડમાં
પ્રદેશ અગ્રણી નિતીન ભારદ્વાજ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ કંટ્રોલ રૂમમાં ખડેપગે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની સુચનાથી તમામ શ્રેણીના કાર્યકર્તાઓ નીચાણવાળા વિસ્તારોમાં લોકોની મદદે
સ્માર્ટ સીટી રાજકોટ બેટમાં ફેરવાયું : કોંગ્રેસ
કંટ્રોલરૂમમાં બે ડઝનથી વધુ ફરિયાદ નોંધાઈ

રાજકોટ: શહેરમાં ગઈકાલ થી મેઘ રાજાની કૃપા વરસી રહેલ છે વરસાદના અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવ વહેલી સવારથી સતત ફિલ્ડમાં રહેલ છે મવડી ચોકડી નાના મવા સર્કલ રામાપીર ચોકડીની સ્થળ મુલાકાત લીધેલ પાણી ભરવાની જ્યાં જ્યાં ફરિયાદ હતી

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ આ ઉપરાત લલુડી વોક્ળી ખાતે તંત્ર દ્વારા લોકોને લુહાર જ્ઞાતિ વાડીમાં સ્થળાંતર કરવામાં આવેલ તેમજ જે લોકો ફસાયા હતા

તેઓને બહાર કાઢવામાં આવ્યા આ ઉપરાંત મેયર ડો.પ્રદિપ ડવએ રામનાથ મહાદેવની મુલાકત લીધી હતી.વિશેષમાં પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ કંટ્રોલ રૂમમાં ખડેપગે રહી તત્રની કામગીરીની સમિક્ષા કરી રહયા છે

તેમજ લલુડી વોક્ળીમાં રહેતા લોકોને સ્થળાંતરની કામગીરીની માહિતી મેળવેલ તેમજ શહેરમાંથી આવતી નાની મોટી ફરિયાદના નિકાલ માટે તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ છે.

ડો.પ્રદિપ ડવ સાથે વોર્ડનં.12ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા આગેવાન મૌલિકભાઈ દેલવાડિયા, ચેતનભાઈ લાઠીયા, મનસુખભાઈ વેકરીયા, સુરેશભાઈ રામણી, માયાભાઇ હુંબલ, રાજભા જાડેજા, અને મેહુલભાઈ ડાંગર વિગેરે સાથે જોડાયા હતારાજકોટ: શહેરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેર ભાજપ કમલેશ મીરાણીએ શહેર અને તમામ વોર્ડના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તમામ વિસ્તારોમાં હાજર રહ્યા હતા.

તંત્રના અધિકારીઓ સાથે રહી લોકોને પડતી મુશ્કેલીમાં મદદરૂપ બન્યા હતા. લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા અનુરોધ કર્યો હતો.

આજે બપોરે 2:20 કલાકે રાજ્યભવનમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ રાજભવનમાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજકોટથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનાં શપથ વિધિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી પહોચ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી), શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ,

લોક સંસદ વિચાર મંચના એડવોકેટ ઇન્દુભા રાઓલ, ધીરુભાઈ ભરવાડ, હિતાક્ષીબેન વાડોદરિયા, સરલાબેન પાટડિયા ની સંયુક્ત યાદી જણાવે છે કે શહેરમાં અડધોઅડધ વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની અને વોકળા ના પાણી ઘરમાં ઘૂસી જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

શહેરના ગોકુલ પાર્ક, શિવરંજનીપાર્ક, જીવરાજ પાર્ક, લલુડી વોકળી, માસ્તર સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, વલ્લભનગર, મોરબી રોડ, હાથીખાના સહિતના થોકબંધ વિસ્તારોમાં પાણી ભરાવાની મહાનગરપાલિકાના જયુબેલી ખાતેના ફલડ કંટ્રોલ રૂમ પર બે ડઝન જેટલી ફરિયાદો નોંધાઇ છે.

હાથીખાના 11 ખાતે રમેશભાઈ તલાટીયા રૂબરૂ દોડી ગયા હતા અને લોકોના બચાવ કાર્યમાં તંત્રને મદદરૂપ બન્યા હતા. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા પોપટપરાનુ નાલુ અને રેલ નગર અંડર બ્રિજ ના રસ્તાઓ બંધ કરાતા શહેરના 70 હજારથી વધુ વસ્તી ધરાવતો રેલ નગર વિસ્તાર શહેરથી વિખૂટો પડી ગયો છે.

Read About Weather here

શહેરીજનોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. શહેર પર તોળાતા જળ હોનારત થી ખાના ખરાબી સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ છે ત્યારે આ અંગે જવાબદાર કોણ ? તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here