રાજકોટમાં લોકો છકડો-રીક્ષામાં નાખી દર્દીને તડકામાં સેકાવવા મજબુર

226
રાજકોટ
રાજકોટ

રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં કાળજા કંપાની નાખે તેવી સ્થિતિ સર્જાઈ છે

કોરોના વાયરસે રાજકોટ શહેરને બરાબરનું ધમરોળી નાખ્યું છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાયું છે કે, શહેરની સિવિલ હોસ્પિટલમાં હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે. લોકો કોરોનાગ્રસ્ત સ્વજનોને હોસ્પિટલ લઈ જવા ૧૦૮ એમ્બ્યુલન્સની પણ રાહ નથી જોતા અને છકડો-રીક્ષામાં નાખીને જીવના જોખમે જાતે જ હોસ્પિટલ લઈ જઈ રહૃાાં છે.

Subscribe Saurashtra Kranti here

ગામડામાં રહેતા લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ૧૦૮ કે અન્ય સંસ્થાઓ પાસેથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થતાં જીપમાં સુવડાવીને રાજકોટ હોસ્પિટલ લાવવામાં આવી રહૃાાં છે. દર્દીને તડકો ન લાગે તે માટે દેશી પદ્ધતિ અપનાવાઇ હતી. એક સ્વજન ઓક્સિજનનું સિલિન્ડર પકડીને સતત ખડેપગે રહૃાા હતા.

રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં કાળજા કંપાની નાખે તેવી સ્થિતિ સર્જાઈ છે. લાગણીવશ થઇ જાય તેવા શ્યો રોજ જોવા મળે છે. કોરોનાથી સંક્રમિત લોકોને ઓટો રિક્ષામાં ઓક્સિજન બોટલ સાથે દર્દીઓ હોસ્પિટલે આવી રહૃાા છે. એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર દર્દીઓ આવી રહૃાા છે. જોકે અહીં પણ ઓટો રીક્ષામાં રહેલ દર્દી દૃોઠ કલાકે દર્દી સારવાર માટે આવે છે. ખાનગી વાહનોની લાંબી લાઈનો લાગી છે. લોકોએ સ્વજનો અને દર્દીઓ સાથે ધોમ ધખતા તડકામાં ઉભા રહી, પરસેવે રેબઝેબ થવાનો વારો આવી રહૃાો છે.

Read About Weather here

સ્થિતિ ત્યાં સુધી કથળી છે છે કે, લોકો દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લાવવા ૧૦૮ એબ્યુલન્સની પણ રાહ જોવા તૈયાર નથી. હવે એક વાર હોસ્પિટલમાં એન્ટ્રી મળી જાય તો અંદર ગયા બાદ પણ સારવારમાં કલાકોની લાગી રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઅંતે નીતિન ભાઇએ સ્વીકાર્યું, તમામ હોસ્પિટલ હાઉસફૂલ, 108માં 300-400 કોલ વેઈટિંગમાં
Next articleજીવતા દર્દીઓની બાજુમાં લાશોનો ઢગલો લાગ્યો !!!