રાજકોટમાં લક્ષ્મીનગર રેલવે બ્રીજ પાસે રેલવે, એવીપીટી અને વિરાણી સ્કૂલની બાહય મિલકતની કપાત થશે

રાજકોટમાં લક્ષ્મીનગર રેલવે બ્રીજ પાસે રેલવે, એવીપીટી અને વિરાણી સ્કૂલની બાહય મિલકતની કપાત થશે
રાજકોટમાં લક્ષ્મીનગર રેલવે બ્રીજ પાસે રેલવે, એવીપીટી અને વિરાણી સ્કૂલની બાહય મિલકતની કપાત થશે

બુધવારે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ: કુલ 40 દરખાસ્તશહેરમાં પાર્કિંગ પોલીસી તથા પાર્કિંગ બાય-લોઝ મંજૂર કરવા સહિતની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

એસ્ટ્રોન નાલાથી અંડરબ્રીજ સુધીનો રોડ અને પૂર્વ દિશા તરફના રસ્તાના પહોળો કરવાની કામગીરી શરૂ થશે એ તરફની જ મિલકતો જ કપાતમાં આવશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આગામી તા.20 ને બુધવારે બપોરે 12 કલાકે મહાનગરપાલિકા કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મીટીંગમાં કુલ 40 દરખાસ્ત મુકવામાં આવનાર છે. તેમજ આ દરખાસ્તો અંગે નિર્ણય સ્ટે.ચેરમેન તથા સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં પેટ્રોલ, ડીઝલ, ઓઇલ વગેરે ખરીદી માટે

અપૂરતી બજેટ જોગવાઇ હોવાથી વર્ગફેર કરવા, શહેરમાં પાર્કિંગ પોલીસી તથા પાર્કિગ બાય-લોઝ મંજૂર કરતા મ્યુ.કમિશનરના પત્રને લક્ષમાં લઇ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવશે.

શહેરમાં આવેલ લક્ષ્મીનગર રેલવે અન્ડર બ્રિજની પૂર્વ દિશા તરફનાં તમામ રસ્તાઓ પર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત કપાત કરી પહોળા કરવા નિર્ણય લેવામાં આવશે.

મહાનગરપાલિકાની હદમાં આવેલ લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું નિર્માણ કાર્ય રેલ્વે વિભાગ દ્વારા હાલ ચાલુ છે, જે ટૂંક સમયમાં કામ પૂર્ણ થવામાં છે. સદરહું લક્ષ્મીનગર રેલ્વે અન્ડર બ્રિજની પૂર્વ દિશા તરફ હયાત રસ્તાઓ આવેલ છે.

જે નોન ટી.પી. વિસ્તરમાં સમાવિષ્ટ થાય છે. તેમજ તે ખુબ જ ઓછી પહોળાઈના રસ્તાઓ આવેલ છે. લક્ષ્મીનગર રેલ્વે અન્ડર બ્રિજ ભવિષ્યમાં શરૂ થતાં આ વિસ્તરમાં લોકોની તથા વાહનોની ખુબ જ મોટા

પ્રમાણમાં અવર- જવર શરૂ થવાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તે હેતુથી રેલ્વે અન્ડર બ્રિજની પૂર્વ દિશા તરફના તમામ રસ્તાઓ પહોળા કરવા આવશ્યક હોવાનું જણાવાયું છે.

એસ્ટ્રોન નાલાથી લક્ષ્મીનગર રેલ્વે અન્ડર બ્રિજ સુધીનો રોડ (રેલ્વેની જમીનવાળો ભાગ), (2) સરદાર નગર શેરી નં. – 3 (વેસ્ટ) જે ટાગોર રોડથી શરૂ કરી રેલ્વે ટ્રેક સુધીનો રોડ (એ.વી.પી.ટી.ની ઉતર તરફનો ભાગ), (3) રેવેન્યુ કર્મચારી રોડ જે ટાગોર રોડથી શરૂ કરી રેલ્વે ટ્રેક

સુધીનો રોડ (વિરાણી સ્કુલની દક્ષિણ તરફનો ભાગ) તમામ હયાત રોડ પર કપાત કર્યા બાદ 15.00 મીટર પહોળાઈ મળી રહે તે મુજબની લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની કપાત કરવાની થાય છે.

તેમજ બાવીસી પ્લાય વુડથી શરૂ કરી ભક્તિનગર રેલ્વે સ્ટેશનના ગેટ સુધી (ભક્તિનગર રેલ્વે સ્ટેશનની પૂર્વ દિશા તરફનો રોડ) ને કપાત કર્યાબાદ 24.00 મીટર પહોળાઈ મળી રહે તે મુજબ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની જાહેર કરવાની થાય છે.

આ તમામ રસ્તાઓ પહોળા કરવાથી મિલ્કતોને કપાતની અસર થાય છે. સદરહું મિલ્કતના આસામીઓ પૈકી જે કોઈને વાંધાઓ/સુચનો કરવાના હોય તે જાહેરાતની મુદત દરમ્યાન આવેલ વાંધા અરજીઓ/રજૂઆત તથા સુચનો લક્ષમાં લઇ ,

Read About Weather here

વાહન વ્યવહારની વધુ સુવ્યવસ્થા માટે જે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ નક્કી કરવામાં આવેલ છે, તેને ગ્રાહ્ય રાખવા અને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ (લાઈન દોરી) માં આવતી જમીનો સંપાદન કરવા માટે પૂર્વ મંજૂરી અર્થે જરૂરી ઠરાવ કરાવીને આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાવી જરૂરી મંજૂરી મેળવી આપશો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here