રાજકોટમાં રવિવારે સર્વ જ્ઞાતિય, પાંચમો સમુહલગ્ન યોજાશે

રાજકોટમાં રવિવારે સર્વ જ્ઞાતિય, પાંચમો સમુહલગ્ન યોજાશે
રાજકોટમાં રવિવારે સર્વ જ્ઞાતિય, પાંચમો સમુહલગ્ન યોજાશે

આઈશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન
દરેક સ્વજનોનું સ્વાગત ચકલીના માળા અને પર્યાવરણના પુસ્તકથી કરાશે
આઈશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિય, પાંચમો સમુહલગ્ન (નિ:શુલ્ક) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા ખોડીયાર ગુ્રપના આનંદભાઈ સોલંકી, રવીભાઈ કણઝારા, લલીતભાઈ દેવળીયા, પ્રશાંતભાઈ પુજારા, રોહીતભાઈ મલોવા, સુમીતભાઈ વાડોદરીયા, અતુલભાઈ ગોહેલ, અજયભાઈ પરમાર અને ઉમેશભાઈ મકવાણાએ માહિતી આપી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.
સમાજ શ્રેષ્ઠીઓને દીકરીઓને કરીયાવર વસ્તુના સ્વરૂપમાં ક્ધયાદાન આપવા ટ્રસ્ટ દ્વારા આહવાન

આઈશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં સર્વ જ્ઞાતિય, પાંચમો સમુહલગ્ન (નિ:શુલ્ક) નું આયોજન આગામી તા.5 ને રવિવારે આવકાર સીટી ગાર્ડન, પરીન ફર્નીચર પાછળ, વાવડી, ગોંડલ રોડ ખાતે કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આઈ શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ-અપંગ તથા બીમાર ગાયોને દવા તથા ઓપરેશન કરવામાં આવે છે. જેમાં પગપાળા યાત્રીઓને ભોજન-દવાની સગવડ તથા સમુહલગ્ન આયોજન,

ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તક સહાય, પાણીના પરબ તથા પક્ષીઓને ચણ તથા સિવિલ હોસ્પીટલમાં કાયમી ચાલતુ અન્નક્ષેત્ર, જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે.

સંતો-મહંતો અને સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં 12 દીકરીઓના ‘ચોરીના ફેરા’ યોજાશે. ક્ધયાઓને ગૃહ ઉપયોગી કરિયાવર અપાશે. સમાજ શ્રેષ્ઠીઓને દીકરીઓને કરીયાવર વસ્તુના સ્વરૂપમાં ક્ધયાદાન આપવા આઈશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આહવાન કરાયું છે.

મંડપ મુર્હુત તા.4 ને શનીવારે શુભ ચોઘડીયે , જાન આગમન તા.5 ને રવીવારે વ્હેલી સવારે, સામૈયા રવીવારે સવારે 7 કલાકે, હસ્ત મેળાપ સવારે 9 કલાકે, ભોજન સમારંભ સવારે 11 કલાકે યોજવામાં આવ્યું છે.

આ સમૂહલગ્નમાં અનેક સમાજ શ્રેષ્ઠીઓનો સહકાર મળનાર છે. તેમજ ક્ધયાઓને દાતાઓના સહયોગથી કબાટ, સેટી પલંગ, ગાદલા , કાનની બુટી, ચાંદીના સાકળા, ચાંદીની ગાય, સોનાનો દાણો, સ્ટીલના વાસણો વિગેરે કરીયાવર આપવામાં આવશે.

આ સમૂહલગ્ન અનેક મહાનુભાવો, સાધુ, સંતો મહંતો તેમજ સમાજ આગેવાનો, રાજકિય આગેવાનોની હાજરીમાં યોજાશે. અન્ય જ્ઞાતિ તથા સમાજસેવી સંસ્થાઓને આ ગીરથ કાર્યમાં તન, મન, ધનથી સહકાર આપવા આયોજકો દ્વારા અપિલ કરવામાં આવે છે.

હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. માટે આ સમૂહલગ્નમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. પ્રસંગ સ્થળે જ ચક્ષુદાન, દેહદાન, અંગદાન સંકલ્પ કેમ્પનું આયોજન કરાયું છે.

સાથમાં જ ઇન્ડીયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કીડનીનાં રોગોની જાગૃતિ અંગે કાર્યક્રમ તથા ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ નિ:શુલ્ક કરાશે. વ્યસન મુકિત અભિયાન, થેલેસેમીયા નાબુદી અભિયાન શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન પણ યોજારો.

દરેક સ્વજનોનું સ્વાગત ચકલીના માળા, પર્યાવરણના પુસ્તકથી કરાશે . સાથમાં જ અન્ય સેવાકીય પ્રકલ્પો પણ યોજાશે. રાજકોટમાં અંગદાન-ચક્ષુદાન અંગેની માહિતી માટે મિતલ ખેતાણી (મો . 9824221999) પર સંપર્ક કરી શકાશે.

સમગ્ર આયોજન તથા કરીયાવર કે વસ્તુના સ્વરૂપમાં ક્ધયાદાન આપવા માટે આઈ શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટના આનંદભાઈ સોલંકી (મો.74056 15115) તથા ખોડીયાર ગૃપ નો સંપર્ક કરવાનો રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડીયાર ગ્રૂપના આનંદભાઈ સોલંકી, દિલીપભાઈ સુરાણી, મિતેશભાઈ રૂપારેલીયા, રવીભાઈ કણઝારા, લલીતભાઈ દેવળીયા, પ્રશાંતભાઈ પુજારા, રોહીતભાઈ મોવા, કુનાલભાઈ પુજારા, મુકેશભાઈ ડાભી, સુમીતભાઈ વાડોદરીયા,

મયુરભાઈ કુબાવત, પ્રદિપભાઈ સુરાણી, દલસુખભાઈ સોંદરવા, ધર્મેન્દ્રભાઈ દુબે, અતુલભાઈ ગોહેલ, વિજયભાઈ સંચાણીયા, અજયભાઈ પરમાર, સાગરભાઈ કકકડ, સંકેતભાઈ રાઠોડ, નીરવ રૂપારેલીયા, સાગરભાઈ માધવાણી, ધીરૂભાઈ સાવલીયા, જયેશભાઈ મારડીયા,

હિતેષભાઈ મિસ્ત્રી, વિપુલભાઈ સુરાણી, ધરમવીર લોઢા, ઉમેશભાઈ મકવાણા, ચંદુભાઈ પુરોહીત, ભરતિસંહ જાડેજા, મુકેશભાઈ લીંબાસીયા, રાજુભાઈ સુરાણી, અશ્ર્વીનભાઈ છનીયારા, શૈલેષભાઈ પુરોહીત, ભરતભાઈ પરમાર, વિજયભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ,

કમલભાઈ શીંગાળા, તથા ડીવાઈન ફિલ ગ્રુપ, બજરંગ ગ્રુપ, આગમન સીટી પરીવાર, આવકાર સીટી પરીવાર તથા ખોડીયાર ગૃપના મહિલા શક્તિના બહેનો પિતીબેન સોલંકી, મોસમીબેન સુરાણી, જયશ્રીબેન પરમાર, વિણાબેન સુરાણી, પુજાર્બન ડાભી,

હીનાબેન ઘોયલ, ખુશીબેન દેવળીયા, સોનલબેન કાઝારા, પીંકીબેન મલોવા, સોનલબેન દેવળીયા, દિવ્યાબેન ચૌહાણ, ભાવનાબેન સોલંકી, ભારતીબેન કણઝારા, મીનાબેન દેવળીયા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયાં છે.

Read About Weather here

આ સમૂહ લગ્ન અંગેની વિશેષ માહિતી માટે આનંદભાઈ સોલંકી (મો .74056 15115) , પ્રશાંત પુજારા (મો . 94264 50724) , રોહીતભાઈ મલોવા (મો .80059 83940) નો સંપર્ક કરવા થાદીમાં જણાવાયું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here