21 જૂનનો દિવસ નમાનવતા માટે યોગથ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજકોટ જિલ્લામાં થનારી ઉજવણી નિમિતે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
મિટિંગમાં કલેકટરો વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ પાસેથી આયોજન અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. યોગ માટેની મેટ્સ, પાણી, વીજળી, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, પાર્કિંગ તેમજ અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રાજકોટ શહેરનો મુખ્ય કાર્યક્રમ રેસ્કોર્સ મેદાન ખાતે તેમજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજકુમાર કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
Read About Weather here
જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ વગેરેના લોકો વધુમાં વધુ જોડાય તેવો કલેક્ટરો અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ, નાયબ જીલ્લા વિકાસ અધિકારીઓ તેમજ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here