રાજકોટમાં મોંઘવારી વિરોધી કાર્યક્રમમાં કોંગ્રેસનો ફ્લોપ-શો!

રાજકોટમાં મોંઘવારી વિરોધી કાર્યક્રમમાં કોંગ્રેસનો ફ્લોપ-શો!
રાજકોટમાં મોંઘવારી વિરોધી કાર્યક્રમમાં કોંગ્રેસનો ફ્લોપ-શો!

શહેરમાં જ મોટાભાગનાં વોર્ડનાં કાર્યકરોને જાણ ન હોવાથી ઘેરો રોષ અને અસંતોષ: શહેર પ્રમુખ દ્વારા મહત્વનાં કાર્યક્રમ માટે અન્ય હોદ્દેદારો કે વોર્ડવાઈઝ પક્ષનાં નેતા અને કાર્યકરોને સમયસર જાણ કરી ન હોવાની અંદરખાને ગંભીર ચર્ચા
ધરણાનાં કાર્યક્રમમાં મામુલી હાજરીથી પ્રજામાં કોંગ્રેસની છાપને ફટકો

મોંઘવારીનાં વિરોધમાં દેશવ્યાપી આંદોલનનાં ભાગરૂપે રાજકોટમાં આજે ત્રિકોણબાગ ખાતે યોજાયેલા કોંગ્રેસ પ્રેરિત ધરણાનાં કાર્યક્રમનાં આયોજનમાં સંકલનનાં અભાવને કારણે ઓછી હાજરી જોવા મળતા પક્ષનાં કાર્યકરગણમાં ભારે નારાજગી પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે. આમ જનતાની વેદનાને વાચા આપવાના આટલા મહત્વનાં કાર્યક્રમમાં ગણ્યાગાંઠ્યા નેતાઓની હાજરીને કારણે કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો અને શહેરીજનોમાં પણ કોંગ્રેસની પ્રતિમાને વધુ ફટકો પડ્યો હોવાનું કોંગ્રેસનાં આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકોને સ્પર્શ કરતા અતિઆકરી મોંઘવારી જેવા સંવેદનશીલ મુદ્દા પર અન્ય શહેરોમાં અને ખૂદ રાજકોટનાં પડોશ જેવા જામનગરમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કાર્યક્રમો આપીને તંત્રમાં ખળભળાટ મચાવતા આંદોલન કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં આટલા મહત્વનાં સળગતા મુદ્દા પર કોંગ્રેસનાં ધરણા કાર્યક્રમને લોકો ફ્લોપ-શો માનવા માંડે એ કોંગ્રેસની શહેર નેતાગીરી સંભાળતા લોકો માટે ઘણું કહી જાય છે.

સ્થાનિક રીતે કોંગ્રેસનાં અગ્રણી કાર્યકર સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આટલા મહત્વનાં આંદોલન કાર્યક્રમ અંગે કોઈ સચોટ આયોજન કરવામાં આવ્યું ન હતું. વોર્ડવાઈઝ સંકલન કરવામાં પણ શહેર નેતાગીરીને સફળતા મળી નથી. જેના કારણે શહેરનાં મોટાભાગનાં વોર્ડનાં કોંગ્રેસનાં કાર્યકરોને આવા કોઈ કાર્યક્રમોની જાણ પણ કરાઈ નથી તેવું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. સંકલનનો અને આયોજનનો સ્પષ્ટ અભાવ બહાર ઉપસી આવ્યો છે જેનાથી રાજકોટ શહેરમાં કોંગ્રેસની છબીને વધુ નુકશાન થવાનો ભય નિષ્ઠાશીલ જુના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.

Read About Weather here

આવા કાર્યક્રમો યોજાઈ ત્યારે લોકોમાં એવી ચર્ચા થવા લાગી છે કે, શહેર કોંગ્રેસનાં મુઠ્ઠીભર આગેવાનોએ માત્ર દેખાવ ખાતર આવો કાર્યક્રમ કર્યો હોય એવું દેખાય છે. વિરોધ કરવા ખાતર કર્યો હોય અને તેની પાછળ પૂરી ગંભીરતા ન હોય એવું લોકોને લાગ્યું છે. કેટલાક કાર્યકરો તો રોષભેર એવું કહેતા સંભળાયા છે કે, આવા ફ્લોપ-શો કરવા કરતા આયોજન માંડી વાળ્યું હોત તો સારું થાત.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here