રાજકોટમાં મેઘાવી માહોલ: ગરમીમાંથી લોકોને રાહત

રાજકોટમાં મેઘાવી માહોલ
રાજકોટમાં મેઘાવી માહોલ

અગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી

વરસાદી માહોલથી રાજકોટ વાસીઓમાં ખુશી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારથી રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદ સતત વરસી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. ધીમેધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે શહેરવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે સવારે મેઘસવારી આવી પહોંચી હતી અને શહેરનાં અમુક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ શરુ થયો હતો. શહેરમાં મોટીટાંકી ચોક, રેસકોર્સ, લીમડાચોક સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

Subscribe Saurashtra Kranti here

હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાનથી ઉતરપૂર્વ બંગાળની ખાડીમાં ક્રો સર્જાયો છે. દક્ષીણ પાકિસ્તાન અને તેની આસપાસ સાઈક્લોનીક સર્ક્યુલેશન સર્જાયું છે. તેથી આગામી પાંચ દિવસ દરમ્યાન ઉતર, ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનાં અનેક જીલ્લામાં વરસાદની આગાહી કરી છે.  વરસાદનું આગમન થતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Read About Weather here

આગામી દિવસોમાં હજુ પણ વધારે વરસાદી માહોલ જામશે. ગઈકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ પડતો  હતો. રાજકોટ જીલ્લાનાં પડધરી, જસદણ અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here