રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો

રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો
રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો

આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે: 17 જાન્યુઆરી-2020માં રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો વન-ડે મેચ: ક્રિકેટરસિકોમાં જબરો રોમાંચ
2022માં 15 જૂને ખંઢેરી સ્ટેડીયમ ખાતે મેચ રમાશે

ટી-20 વર્લ્ડકપ બાદ ભારત પોતાની મેજબાનીમાં અલગ-અલગ દેશો સામે ક્રિકેટ શ્રેણી રમશે. યુએઈ અને ઓમાનની મેજબાનીમાં 17 ઑક્ટોબરથી ટી-20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ભારત આ આઈસીસી ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મેચ 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમશે.

Visit Saurashtra Kranti Homepage here

આ વૈશ્ર્વિક આયોજન બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની મેજબાની કરશે. ભારતની આ શ્રેણી માટે પહેલાંથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.

ખાસ કરીને રાજકોટમાં બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 15 જૂન-2022ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો રમાશે.

આ ઉપરાંત અમદાવાદમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે મેચ રમાશે. આ પહેલાં રાજકોટમાં 17 જાન્યુઆરી-2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો.

ત્યારપછી કોરોનાનું ગ્રહણ લાગી જતાં ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું. જો કે હવે કોરોના શાંત પડવા લાગતાં ફરી ક્રિકેટનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. 15 જૂને રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે રમાનારો ટી-20 મેચ શ્રેણીનો ચોથો મેચ રહેશે જે નિર્ણાયક સાબિત થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટી-20 અને બે ટેસ્ટ મેચ 17 નવેમ્બરથી રમાશે.

ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટી-20 અને બે વન-ડે મેચ, શ્રીલંકા સામે ભારત બે ટેસ્ટ અને ટી-20 તેમજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ ટી-20 શ્રેણી રમાશે. ક્રિકેટ બોર્ડે ટી-20 વિશ્ર્વકપ બાદ રમાનારી ભારતની ઘરેલું શ્રેણીનો કાર્યક્રમ પહેલાંથી જ તૈયાર કરી લીધો છે. ઉલ્લેખનીય છે

Read About Weather here

કે ભારતે ફેબ્રુઆરીમાં ઘરઆંગણે છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી જે ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here