રાજકોટમાં બે યુવાન મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડના જથ્થા સાથે ઝડપાયા

131
Rajkot-Nasho-રાજકોટ
Rajkot-Nasho-રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસોજી દ્વારા દારૂ-જુગારના કેસ કરવામાં આવી રહૃાા છે

રાજકોટ શહેર જાણે કે સૌરાષ્ટ્રનું નશાના કાળા કારોબારનું હબ બની ગયું હોય તે પ્રકારે એક બાદ એક કિસ્સા સામે આવી રહૃાા છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા અઢી મહિના પૂર્વે પકડાયેલો શંકાસ્પદ પદાર્થ મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

હોળી અને ધૂળેટીના પર્વને લઇ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ અનુસાર રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસોજી દ્વારા દારૂ-જુગારના કેસ કરવામાં આવી રહૃાા છે. જેના પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા ચોથી જાન્યુઆરીના રોજ ઝડપી પાડવામાં આવેલો શંકાસ્પદ પદાર્થ મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડ હોવાનું પરીક્ષણમાં ખુલ્યું છે.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે, “ચોથી જાન્યુઆરીના રોજ સંત કબીર રોડ પાસે હનુમાનજી મંદિર પાસે રાત્રી કર્યૂ દરમિયાન દીક્ષિત વ્યાસ તેમજ આલસુર ઘેડીયા નામના વ્યક્તિ એક્ટિવા લઈને નીકળ્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન બંને પાસેથી સફેદ દાણાદાર માદક પદાર્થ મળી આવ્યો હતો.

Read About Weather here

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સફેદ દાણાદાર વસ્તુ અંગે બંને યુવાનો સંતોષકારક જવાબ ન આપી શકતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ નોંધ કરી તલાશી દરમિયાન મળી આવેલો માદક પદાર્થ પરીક્ષણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડ હોવાનું સામે આવતા બંને યુવાનો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ કુવાડવા પોલીસ સ્ટેશન પીઆઇને સોંપવામાં આવી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here