રાજકોટમાં ફરી સામે આવ્યો એક અજીબ કિસ્સો…!!

રાજકોટમાં ફરી સામે આવ્યો એક અજીબ કિસ્સો...!!
રાજકોટમાં ફરી સામે આવ્યો એક અજીબ કિસ્સો...!!

૪ વર્ષના બાળકે મેટલનો બોલ્ટ નાકની અંદર દીધો

ડો. હિમાંશુ ઠકકર દ્વારા દુરબીન વડે આ બોલ્ટને કાઢી આપવામાં આવ્યો

આજકાલ બાળકોના સ્વાસ્થ્યને લઈને અજીબ ધટનાઓ સામે આવી રહી છે. બાળકો પોતાની રમતીયાળ સ્વભાવને લીધે કોઈકવાર વાલીવરસાને ખુબ જ મોટી મુશ્કેલીમાં મુકવી દે છે. રમતગમતમાં બાળકો પોતાના સ્વાસ્થ્ય સાથે નતનવા ચેળા કરતા કિસ્સાઓ સામે આવ્યા.

હમણાં જ થોડા સમય પહેલાની વાત કરી તો મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના  એક બાળકે ઉકળતાં દૂધમાં પાઇપથી ફૂંક મારી, દૂધ મોઢામાં જતાં માસૂમના શ્વાસ રૂંધાયો હતો અને તેમાં તેનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું.

ત્યારે બીજી બાજુ આજે જ બનેલા ચોંકાવનારા કિસ્સામાં રાજસ્થાનના નાગૌર શહેરમાં માત્ર 3 વર્ષની બાળકીએ રમતમાં ને રમતમાં આંખમાં કાતર નાખી દીધી હતી.

આજનો બનેલો હજુ એક ચોંકાવનારો એક કિસ્સો  ફરી સામે આવ્યો. રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કેસ નોંધાયો કે જેમાં રાજકોટના મનોજભાઈ જોશીના પુત્ર કે જેની ઉંમર માત્ર ૪ વર્ષ છે મોનીત રમતા રમતા નાકની અંદર મેટલનો બોલ્ટ નાખી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

 ત્યાર બાદ બોલ્ટ ખુબજ અંદર ફસાઈ જતા અને નાકની અંદરની જગ્યા ખુબજ સાંકડી હોવાથી બોલ્ટ કાઢવો ખુબજ મુશ્કેલ થઈ જાય એવાં સંજોગોમાં ડો. હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહપૂર્વક દૂરબીન વડે ૪ વર્ષના બાળકના નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો બોલ્ટ ગણત્રીની મિનિટો માજ  દૂરબીન વડે કાઢી આપી બાળકને મુસીબતમાંથી ઉગારી લીધો હતો.

આ કેસની વિકટ પરિસ્થિતિએ હતી કે બાળકની ઉંમર માત્ર ૪ વર્ષ બોલ્ટની મોટી સાઇઝ જે નાકના કાણા કરતા પણ વધારે અને કાઢતી વખતે પણ નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા અને જો આ મેટલ નો બોલ્ટ નાકમાં પાછળ સરકી ને ગળામાં ઉતરી જાય તો અન્નનળી કે શ્વાસનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ ઉંભુ થાય આ સર્વ વિકટ પરિસ્થિતિમાં પણ ડો. હિમાંશુ ઠક્કરે ખુબજ કાળજી પૂર્વક મેટલનો બોલ્ટ નાકમાંથી કાઢી આપ્યો હતો.

Read About Weather here

મોનીતના પિતા મનોજભાઈ જોશીએ ડો. હિમાંશુ ઠક્કરનો હ્દય પૂર્વક આભાર માન્યો હતો કે સમયસરની સારવારથી તેમનો પુત્ર  મોનિત યાતનામુક્ત થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here