રાજકોટમાં ફરી ડ્રગ પેડલરનો ત્રાસ…!

રાજકોટમાં ફરી ડ્રગ પેડલરનો ત્રાસ...!
રાજકોટમાં ફરી ડ્રગ પેડલરનો ત્રાસ...!
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ધ્રોલના અને હાલ રાજકોટના ભીડભંજન સોસાયટીમાં રહેતા જય કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.37) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પોલીસને જાણ થતાં યુનિવર્સીટી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને રાઇટર લક્ષ્મણભાઈ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાજકોટમાં અનેકવાર ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થો સાથે પકડાયેલી સુધા ધામેલીયા પોલીસના ચોપડે ચડી ચુકી છે છતાં પણ તેનો આતંક શહેરમાં યથાવત છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની તેની મોડસ ઓપરેન્ડી ચાલી રહ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ગઈકાલે સાધુવાસવાણી રોડ પર રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. નફ્ફટ સુધા જયારે મારા દીકરાને મળવા આવી હતી ત્યારે મેં તેને અટકાવી તો મને બોલતી ગઈ કે ‘ મારી વિરૂદ્ધ 51 કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે’ ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલા સુધાના ત્રાસથી એક માતા મીડિયા સમક્ષ આવી હતી, તેનો પુત્ર પણ ડ્રગ્સની નાગચૂડમાં ફસાયો હતો.

મીડિયાના અહેવાલ બાદ રાજકોટ પોલીસે અંતે સુધા સામે ફરિયાદ નોધી છે. યુનિવર્સિટી પોલીસે IPC 306 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યાં પ્રાથમિક તપાસમાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.મૃતકના ભાઇ કિરણ ઉર્ફે કાનો રાઠોડ રડતા રડતા જણાવ્યું હતું કે, સુધાએ મારા ભાઇને મારી નાખ્યો છે. વારંવાર ડ્રગ વહેંચવા સુધા દબાણ કરતી હતી જો કે ડ્રગ વહેંચવા ના પાડતા મને અને ભાઈને મારી નાખવા ધમકી આપતી હતી.

પરમદિવસે રાત્રે અમારા સુધા અને તેના માણસો સાથે અમને જાનથી મારી નાખવા આવ્યા હતા પરંતુ મારા ભાઈએ દરવાજો ખોલ્યો ન હતો, જો કે આ બાદ મારો ભાઈ ગભરાઇ ગયો હતો અને તેને ગળેફાસો ખાઇ લીધો હતો.જયારે મૃતક જયની માતાએ પણ રડતા રડતા સુધાના ત્રાસથી દીકરો ગુમાવ્યાનું રટણ રટ્યું હતું. પરમ દિવસે રાતે કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલર સુધા ઘરે અમને મારવા આવી હતી અને જય સાથે માથાકૂટ કરતી હતી.

ત્યારબાદ માથાકૂટ કરીને ગયા બાદ રાત્રીના સમયે લાગી આવતા જયે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, એટલે કે રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થવા પામી રહ્યાનું સામે આવ્યા બા મુખ્ય ડ્રગ-પેડલર તરીકે સુધા ધામેલિયા નામની મહિલાનું નામ ખૂલ્યું હતું. ગત 28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી.

Read About Weather here

તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યારબાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઉપરાંત 51 કેસ કરેલ છે પોલીસ મારુ કશું બગાડી નહીં શકે તેવું સુધા પરિવારને ધમકી આપી હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે પોલીસ કંઈ કરતી નથી કહી અધિકાર નથી તેવો આરોપ લગાવી સુધાની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here