રાજકોટમાં ફરજ બજાવવાનો પ્રયાસ કરનાર પીએસઆઈને ધારાસભ્યનાં સંબંધીનાં હાથે ફડાકા પડ્યા…!!: ભારે ચર્ચા

રાજકોટમાં ફરજ બજાવવાનો પ્રયાસ કરનાર પીએસઆઈને ધારાસભ્યનાં સંબંધીનાં હાથે ફડાકા પડ્યા…!!: ભારે ચર્ચા
રાજકોટમાં ફરજ બજાવવાનો પ્રયાસ કરનાર પીએસઆઈને ધારાસભ્યનાં સંબંધીનાં હાથે ફડાકા પડ્યા…!!: ભારે ચર્ચા

પોલીસ બેડા માટે ન કહેવાય કે ન સહેવાય જેવો તાલ સર્જાયો
એક ધારાસભ્યનાં ભાઈ પણ રાજકોટમાં ઉપાડે આવ્યાની જોરશોરથી ચાલતી ચર્ચા
શહેરભરમાં અને ખાસ કરીને શહેર પોલીસ તંત્રમાં ભારે ચર્ચા અને ખળભળાટ
સોશિયલ મીડિયામાં હાસ્ય રસિક રમુજનો ધોધ
ઉપરી અધિકારીઓની સમજાવટથી ભોગ બનેલા કર્મીએ ફરિયાદ નોંધી ન હોવાની આધારભૂત વર્તુળોમાં ચર્ચા
પોલીસ ફરજ બજાવે ત્યારે સહકાર આપવાની ભાવના દર્શાવવાને બદલે સત્તાનાં રોફમાં પીએસઆઈ સાથે માથાકૂટ કરનાર સાંગોપાંગ બચી જતા શહેરભરમાં ચર્ચા
ગાડી શું કામ ચેક કરવી છે એવું કહીને પીએસઆઈ ને બે તમાચા મારી લમણે બંદૂક મૂકી હોવાની પણ ચાલતી ચર્ચા

આમ તો પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા માટે અતિ જરૂરી છે. આંતરિક સુરક્ષા માટે અસરકારક, સક્ષમ અને ફરજનિષ્ઠ પોલીસદળ તંત્ર કોઈપણ રાજ્ય તંત્ર માટે અને પ્રજા માટે પણ આદર્શ મૂડી સમાન ગણાય. પણ પોલીસની કામગીરી એટલે કે પોલીસની જોબ અત્યારનાં માહોલમાં એવી બની ગઈ છે

Visit Saurashtra Kranti Homepage here

કે પોલીસ જોબ ઈર્ષા આવે એવી રહી નથી. કેમકે ફરજ ન નિભાવે તો તકલીફ અને પ્રમાણિકતાથી ફરજ નિભાવવા જાય તો પણ તકલીફોનો સામનો કરવો પડે છે અને એ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહે કે પોલીસ કર્મી તેના કોઈ દેખીતા વાંક વિના અચાનક વિવાદોમાં ઘેરાઈ જાય તો પણ છટકવાની સામાજીક મોકળાશ મળતી નથી. તાજેતરમાં રાજકોટમાં બનેલી એક ઘટનાએ ભારે ચર્ચાનાં વમળો જગાવી દીધા છે.

આધારભૂત વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે કે, રાજકોટમાં એક પીએસઆઈને એક ધારાસભ્યનાં સંબંધીએ ફડાકા ઝીંકી દીધા હતા. પીએસઆઈ એ ગાડી ચેક કરવાનું કહેતા ધારાસભ્યનાં સંબંધીએ મિજાજ ગુમાવી દીધો હતો અને ગાડી કેમ ચેક કરવી છે એવું કહીંને પીએસઆઈને બે ફડાકા મારી દીધા હોવાનું જાણકાર સુત્રો કહીં રહ્યા છે. આ ઘટનાથી શહેરભરનાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

ભારે ચર્ચા અને અનુમાનોની આંધી ઉઠી હતી. જો કે કોઈપણ કારણોસર આ ઘટના બારામાં તપાસ કરવાનું કે ફરિયાદ નોંધવાનું રહસ્યમય રીતે ટાળવામાં આવ્યું છે. એ વિશે પણ જાતજાતનાં તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. જેટલા મોઢા એટલી વાતો સંભળાઈ રહી છે.

આ ઘટનાને નજરે જોનારા વિશ્ર્વસનીય સાધનો પાસેથી મળેલી હકીકત અનુસાર શહેરનાં એક રાજમાર્ગ પર ધારાસભ્યનાં સંબંધી કાર લઈને નિકળ્યા હતા. ત્યારે માર્ગમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. અત્યારે કોરોના મહામારી ફરીથી પ્રસરી વળી હોવાથી માસ્ક સહિતનાં કોરોના પ્રોટોકોલ માટે શહેરમાં અચાનક પોલીસ ચેકિંગ શરૂ થઇ જતું હોય છે. કાર રોકી-રોકીને ચેકિંગ કરી રહ્યું હતું.

ત્યારે પીએસઆઈ એ ધારાસભ્યનાં સંબંધીની ગાડી પણ અટકાવી હતી અને ગાડી ચેક કરવી છે એવું કહેતા મામલો ગરમ થઇ ગયો હતો. હંમેશા ચા કરતા કીટલી વધુ ગરમ હોય એવી ઉક્તિ સાર્થક થતી હોય તેમ ધારાસભ્યનાં સંબંધી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડી કેમ ચેક કરવી છે એવું કહીને પીએસઆઈ ને એકાએક બે ફડાકા ઝીંકી દીધા હોવાનું કહેવાય છે.

જાણકાર સુત્રોએ એવું પણ જાહેર કર્યું છે કે, આટલેથી સંતોષ ન થયો હોય તેમ ફડાકા મારનાર વ્યક્તિએ પીએસઆઈને લમણે બંદૂક પણ મૂકી દીધી હતી તેવું શહેરભરમાં અને પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ધારાસભ્ય ક્યાં વિસ્તારનાં અને કઈ પાર્ટીનાં છે અને એમના સંબંધી કોણ અને ક્યાંના હતા એ વિશે વધુ વિગતો જાહેર થઇ નથી. ફડાકા કાંડને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને દોડવું પડ્યું હતું એવું કહેવાય છે અને મામલો થાળે પાડવા માટે ઉપરી અધિકારીઓએ મામલો હાથમાં લેવો પડ્યો હતો અને દરમ્યાનગીરી કરવી પડી હતી. આ ઘટનામાં કોઈપણ વિધિસર ફરિયાદ ન કરવા માટે ઉપરી અધિકારીઓએ ગમે તેમ કરીને પીએસઆઈને સમજાવી દીધા હતા.

તેવું બહાર આવ્યું છે. ધારાસભ્યનાં સંબંધીએ બંદૂક દેખાડી તેનું લાઈસન્સ હતું કે કેમ એ વિશે પણ કોઈ વિગતો બહાર આવી નથી અને પોલીસે પણ પોતાની પ્રતિષ્ઠાની બીકથી મામલા પર પડદો પાડી દેવાનો મુનાસીબ માન્યું હોય તેવી શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

રાજકોટમાં ફડાકા કાંડ લોકો અને જાણકારોમાં તરેહ-તરેહની ચર્ચાનો વિષય બની ગયો છે. બહુમતી લોકોએ પીએસઆઈનાં સમર્થનમાં વિધાનો કર્યા છે અને ધારાસભ્યનાં સંબંધીની મનોવૃતિને વખોડવામાં આવી રહી છે. જાણકાર લોકો એવું કહેતા સંભળાયા છે કે, જો પોલીસ લોકહિતમાં નિષ્ઠાથી ફરજ બજાવતી હોય તો શહેરનાં જવાબદાર નાગરિક તરીકે આપણે પણ પોલીસને સહકાર આપવો જોઈએ.

સામાપક્ષે પોલીસ અધિકારી કે કર્મીઓએ પણ આમ હોય કે ખાસ નાગરિક દરેક સાથે ચેકિંગ સમયે ઉધ્ધતાઈ કરવાથી દૂર રહેવું જોઈએ અને કાયદા મુજબ પોતાનું કામ કરવું જોઈએ. પ્રજા અને પોલીસ વચ્ચે આવા પ્રકારની સમજણ ભરી સમજુતીનો સેતુ બંધાય એ શહેર, રાજ્યની સુરક્ષા માટે અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે.

ધારાસભ્ય લોકોનાં પ્રતિનિધિ ગણાય અને પવિત્ર ધારાગૃહમાં બિરાજવાનું સન્માન પ્રાપ્ત કરનાર ધારાસભ્યનાં સંબંધી માત્ર હોવાથી કોઈને કાયદાની ઉપરવટ જવાનો અધિકાર મળી જતો નથી. એ સોનેરી સૂત્ર લોક પ્રતિનિધિઓનાં સગા-સ્વજનો અને એમની સાથે નાતો ધરાવનારા તમામ લોકોએ ગણીને ગાંઠે બાંધવું જોઈએ. પોલીસ કોઈ વિવેકહિન વર્તન કરે અને ફરજ ચુકે તો ટીકા કરવી અને અસહકાર આપવો વાજબી ગણાય પણ કાયદો કાયદાનું કામ કરતો હોય ત્યારે કોઈ વગદારનાં સંબંધી હોવાથી કારણ વગરનો રોફ અને રૂઆબ બતાવવો એ કોઈ કાળે ચલાવી શકાય નહીં.

ત્રણ દિવસ પહેલા રાજકોટમાં બનેલી ઘટનામાં કોનો વાંક હતો અને કોનો ન હતો. એ વિશે ટીપ્પણીઓ થતી રહેશે. પરંતુ ફડાકા કાંડ દર્શાવે છે કે, વગદાર સ્થાન પર બિરાજનારા લોકો સાથે નાતો ધરાવનારા હોય એવા મોટાભાગનાં લોકોમાં કાયદાની ઐસીતૈસી કરવાની વૃતિ વધતી જાય છે. બિચારી પોલીસ, ફડાકા મારે તોય બદનામ અને જાતે ફડાકા ખાય તો ચુપ બેસી રહેવું પડે..! આ તે કેવી વિટંબણા.! રાજકોટનગરી હવે વિકાસ તો પામી રહી છે.

પરંતુ કદી સમજમાં ન આવે એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓનો અડ્ડો પણ બનતી જાય છે.રાજકોટ: રાજકોટ શહેરમાં જયારે પણ કોઈ અવનવી ઘટના બને ત્યારે સોશિયલ મીડિયામાં દરેકે-દરેક વિષય પર ટીપ્પણી કરવાનો ઈજારો લઈને બેઠેલા ટીખળખોરોને બહુ મજા પડી જતી હોય છે. ફડાકા કાંડને પગલે સોશિયલ મીડિયા પર હાસ્યની છોડો ઉડી રહી છે અને જાતજાતની રમુજી કોમેન્ટ ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા પર બીઝી રહેતા લોકો ઘટનાનો આનંદ ઉઠાવી રહ્યા છે.

Read About Weather here

બીજીતરફ રાજકોટમાં ખૂણે-ખૂણે એવી ચર્ચા પણ થતી સંભળાઈ રહી છે કે, રાજકોટમાં ધારાસભ્યનાં એક ભાઈ પણ ખૂબ ઉપાડે આવ્યા છે, એમને તો યાદ કરો..! આવી આવી કોમેન્ટ સાથે સોશિયલ મીડિયામાં હાસ્યનાં ધોધ છૂટી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here