Subscribe Saurashtra Kranti here
450 આદિવાસીઓની વૈદુભગતોની સેવાઓનો લાભ મળશે
2 થી 7 એપ્રિલ સુધી રેસકોર્ષ મેદાન ખાતે અનેરૂ આયોજન
પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર દ્વારા સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી અને ઔષધીય મેળાની માહિતી આપી હતી
છ દિવસ સુધી આહવા, ડાંગ અને વલસાડના 450 આદિવાસીઓની વૈદુભગતોની સેવાઓનો લાભ મળશે
રાજકોટમાં પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર દ્વારા તા. 2 થી 7 એપ્રિલના રોજ રેસકોર્ષ મેદાન ખાતે સૌ પ્રથમ વખત આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા વનસ્પતિ ઔષધીય મેળો યોજનાર છે. આ મેળામાં આહવા, ડાંગ, વલસાડ જીલ્લાના 450 આદિવાસી ભાઈ-બહેનો દ્વારા ઔષધીય દવાથી લોકોનો ઈલાજ કરશે. આ વૈદુભગતો તમામ પ્રકારના રોગો માટે પરંપરાગત આયુર્વેદનું જ્ઞાન ધરાવે છે. એક હજાર વનસ્પતિ ઔષધીયની ઓળખ ધરાવે છે. જંગલોમાં વસનારી પ્રજાતિ પોતાના રોગોનું પોતાના મેળે સારવાર કરે છે. તથા અન્ય લોકોની પણ સેવા કરે છે.
આ પ્રદર્શનમાં માલકાંગણી, સફેદ મુસળી, આર્યોકંદ, જંગલી બટાટા, રગત રોયડો, અર્જુન સ્વદાડ, વાદળની છાલ, ટેટુની છાલ, કેસુડો, સાયુઆંબા, લોખંડી ડવલા, મોખા, જંગલી સરગવો, શતાવરી, ઉમરો, વડ, કરીયાતું, કાકા કેરીયો, બ્રાહ્મી, અક્કલગરો, લીંડીપીપર વગેરે જડીબુટ્ટીઓ મુકવામાં આવશે. આદિવાસી બહેનો દ્વારા સંચાલિત નાહરી-કેન્દ્રો સાથે શુધ્ધ મધ, નાગલી બનાવટોની વાનગીઓ જેવી કે અડદની દાળ, ભુરજીયું, નાગલીના રોટલા, મકાઈના રોટલા, વાંસનું અથાણું, પાપડીનું શાક, અડદ-મકાઈના વડા જેવું આદિવાસી ખાણું પીરસવામાં આવશે.
પ્રદર્શનમાં વાંસના રમકડાઓ, માટીના વાસણો, પીઠોરા પેઈન્ટીંગ વગેરે મેળાનું મુખ્ય આકર્ષણ છે. પેરાલીસીસ માટે મસાજ તથા બોડી મસાજ માલકાંગણીના તેલ દ્વારા કલીનીકલ મસાજ આ કુશળ આદિવાસી ભાઈ-બહેનો દ્વારા સ્ટીમપેટી દ્વારા સ્ટીમ પણ આપવામાં આવશે.
ભાઈઓ દ્વારા ભાઈઓનું અને બહેનો દ્વારા બહેનોનું મસાજ કરવામાં આવશે. પ્રદર્શનમાં ઓર્ગેનિક ખાદ્યસામગ્રી ચોખા, અડદની દાળ, તુવેરની દાળ, મરચું, જીરું, હળદર તથા નાગલીના બિસ્કીટ, પાપડ, લોટ વગેરેનું પણ વેચાણ કરવામાં આવશે. આદીવાસી વૈદુભગતો દ્વારા દરેક રોગ જેવા કે, પેરાલીસીસ, ડાયાબીટીસ, વંધ્યત્વ, ચામડીના રોગ, ઘૂંટણ, કમર, મણકા, કિડનીના રોગો, થાઈરોઈડ, ગેસ કબજીયાત, સ્થૂળતા, એસીડીટી, પાંચન તંત્રના રોગ, વાળની સમસ્યા, સફેદ પાણી પડવું, માસિકની અનિયમિતતા જેવા અનેક રોગોનો ઈલાજ થશે.
Read About Weather here
આ મેળાનું ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદ વસ્ત્રાપુર હાટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તે પછી સુરત ખાતે થોડા દિવસો પહેલા પ્રથમવાર આયોજન કરાયું હતું અને હવે તે જ રીતે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. આ મેળામાં કુલ 120 સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે. ડાંગ, આહવા અને વલસાડના 450 આદિવાસી વૈદુભગતોનો લાભ લેવા માટે શહેરીજનોને પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here