માત્ર એક માસથી ઓછા ગાળામાં શહેરમાં જાળા, ઉલટીના 249 કેસ એકલા સિવિલમાં નોંધાયા: સિવિલના ચોપડા પર તાવ, શરદી, ઉધરશના 30 દિવસમાં 1547 કેસ નોંધાયા
ડેન્ગ્યુના 3 કેસ નોંધાતા ચિંતાનું મોજુ, આરોગ્ય ક્ષેત્રે લોકોએ અતિકાળજી રાખવી જરૂરી: આરોગ્ય ખાતાએ ડેન્ગ્યુનું સંક્રમણ રોકવું જરૂરી, લોકોને સાવધ રહેવાની તાકિદ
રાજકોટ શહેરમાં અને જિલ્લામાં વરસાદ ખેંચાય ગયો છે. પણ પાણી જન્ય રોગચાળાએ હાહાકાર મચાવવાનું શરૂ કરતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. સરકારી દવાખાના અને ખાનગી કલિનિક દર્દીઓથી ઉભરાઇ રહયા છે. જાળા, ઉલ્ટી, કમળો, મરડો, મેલેરીયા, ટાઇફોઇડ જેવા રોગનાં ડઝનબંધ કેસો એકલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયાનું જાણવા મળ્યું છે.
સૌથી વધુ ચિંતા જનક બાબત એ છે કે, રાજકોટ શહેરમાં ખતરનાક ડેન્ગ્યુએ પણ દેખા દીધી છે. એટલે આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. શહેરીજનોને પણ તાકિદ રાખવા અને ઘરની અંદર તથા આસપાસ સાફસફાઇનું ધોરણ જાળવવા અને કોઈ પણ વસ્તુમાં કે સ્થળ પર પાણી ભરાયેલું ન રાખવા મનપા તંત્ર તથા શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગે તાકિદ કરી છે. ડેન્ગ્યુના 3 કેસ નોંધાયાનું સિવિલના આરોગ્ય સુત્રોએ જણાવ્યું હતું.
અત્યારે પાણી જળાશયોમાં મોટાપ્રમાણમાં નવા નિર આવ્યા નથી અને ડેમોની સપાટી ઝડપથી ઘટી રહી છે. ત્યારે લોકોને મળતા પીવાના પાણીમાં માટી અને ગંદકીના મિશ્રણને પરીણામે જાળા, ઉલ્ટી અને મરડો જેવા રોગો માથુ ઉચકી રહયા છે. અમારા પ્રતિનિધિને સિવિલમાંથી પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડા મુજબ માત્ર 30 દિવસમાં જ શહેરમાં જાળા, ઉલ્ટીના 249 કેસ નોંધાયા છે.
Subscribe Saurashtra Kranti here
જયારે કમળાના 5, મરડાના 8, મેલેરીયાના 3 કેસો નોંધાયા છે. ટાઇફોઇડના પણ 24 કેસો નોંધાયા હોવાનું જાણવા મળે છે. જુલાઇ માસમાં ડેન્ગ્યુના 3 કેસ દેખાતા ચિંતા સર્જાય છે. ડેન્ગ્યુની બિમારી એક ખાસ પ્રકારના મચ્છર અને લારવાને કારણે ફેંલાય છે. એટલે લોકોને વધારે સાવઘ અને સર્તક રહેવાનું જરૂરી બન્યું છે.
અત્યારે કોરોનાની મહામારી મહામહેનતે કાબુમાં આવી ગઇ છે. એકાદ કેસ સીવાય વધુ કોઇ કેસો મળ્યા નથી એવામાં પાણી જન્ય રોગચાળો અને ખાસ કરીને ડેન્ગ્યુ વધુ વકરે નહીં એ માટે મનપાના આરોગ્ય વિભાગ સહિતના જવાબદાર સરકારી વિભાગોએ તાકિદના પગલા લેવાનું જરૂરી બન્યું છે તેવી લોકલાગણી છે.
શહેરમાં લત્તે-લત્તે જંતુ નાશક દવાનો છંટકાવ થાય, શહેરમાં દિવસે અને રાત્રીના ભાગે ખાસ ફોગીંગ કરવામાં આવે એ જરૂરી બન્યું છે. ઠંડા પાણી અને ચોખ્ખા પાણીમાં કિડા તથા લારવાનો નાસ કરતી દવા અને ગોળીઓનું ઘરે-ઘરે વિતરણ શરૂ કરવામાં આવે તો રોગચાળો કાબુમાં આવશે નહીંતર કોરોનાની સમાનતર નવી આરોગ્ય લક્ષી કટોકટી ઉભી થઇ જવાનો ડર છે.
છેલ્લા 30 દરમ્યાન જ તાવ, શરદી અને ઉધરશના 1547 કેસો એકલા સિવિલમાં નોંધાયા છે. રોજેરોજ સેંકડો દર્દીઓ સિવિલમાં ઉમટી રહેલા દેખાય છે. ખાનગી હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહયો છે.
પરિસ્થિતિ કાબુ બહાર ન જાય એ માટે અત્યારથી જ યુધ્ધના ધોરણે આરોગ્ય અને સફાય લક્ષી પગલા લેવાનું શરૂ કરવામાં એ શહેરીજનોના આરોગ્યના હિતમાં રહેશે. લોકોને મેલેરીયા અને ડેન્ગ્યુથી બચાવવા માટે લત્તાવાર સઘન સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવે અને ગંદકીના જામેલા થર દુર કરવા માટે માત્ર દિવસે નહીં રાત્રે પણ કામગીરી કરવામાં આવે તો ઇચ્છનીય રહેશે.
અત્યારે જાતજાતના રોગ શહેરીજનોને ભરડો લઇ રહયા છે. આ રોગચાળો વકરે નહીં અને મહામારીની જેમ ફેંલાય ન જાય એ માટે લોકોને માગદર્શન આપવાનું પણ જરૂરી બન્યું છે. મનપા અને આરોગ્ય વિભાગ દ્વારા પબ્લીક એડ્રેશ સીસ્ટમ સાથેની ગાડીઓ શહેરમાં ફરતી થાય અને લોકોને સાવઘ રહેવાના સંદેશા આપવામાં આવે એવી લોકલાગણી છે. આ દિશામાં વોર્ડ વાઇસ કોર્પોરેટરો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Read About Weather here
કેમ કે, એમની પાસે લોકોની સિધ્ધી ફરીયાદો અને પરિસ્થિતિનો ડેટા મોજુદ હોય છે. એટલે અત્યારે મનપાએ પણ મોટરો અને સાઘનોની ખરીદી પર ધ્યાન આપવાને બદલે શહેરીજનોના આરોગ્યની ચિંતા કરવાનું વધુ આવશ્યક બન્યું છે. આ તો માત્ર એક જ મહિનાના આંકડા છે અને એ પણ માત્ર સિવિલ હોસ્પિટલના આંકડા છે. શહેરની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકમાં પણ દર્દીઓને ધસારો છે. તેના આંકડા સત્તાવાર રીતે જાહેર થતા નથી.
એ દિશામાં સરકારે અને ખાસ કરીને જિલ્લા આરોગ્ય વિભાગ તથા મનપાએ ખાનગી દવાખાનાનો ડેટા મંગાવીને રોગચાળાની પરિસ્થિતિનો કયાસ કાઢવો જોઇએ. આ કામગીરી વહેલો તે પહેલાના ધોરણે થવી જોઇએ નહીંતર લોકો માટે કોરોનાના આ કાળમાં નવું શીર દર્દ ઉભુ થઇ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here