હિન્દુ વેદપુરાણોની પરંપરા મુજબ ભારતીય ઉપખંડમાં મોટાભાગે બિહાર, યુ.પી., ઝારખંડ અને નેપાળનાં દક્ષિણ ભાગના પ્રાંતમાં અને પર્વતીય વિસ્તારમાં છઠ્ઠ પૂજાનું સવિશેષ મહત્વ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ રાજ્યોનાં પરિવારો અન્ય રાજ્યોમાં વસતા હોય તો ત્યાં પણ ખૂબ જ આસ્થા સાથે નદી કિનારે છઠ્ઠ પૂજા માટે ઉમટી પડતા હોય છે. છઠ્ઠ પૂજા સૂર્યદેવ સાથે સંકળાયેલી છે.
જીવનમાં સુખ-શાંતિ પથરાય, પૃથ્વી સહુ જનજીવન સુખસાતામાં રહે અને માનતાઓ પરીપૂર્ણ થાય તે માટે સૂર્યદેવની બહેન છઠ્ઠી મૈયાની ખાસ પૂજાનું આ રાજ્યોમાં ખૂબ જ મહત્વ છે.
દિવાળીનાં છ દિવસ પછી છઠ્ઠ પૂજા વિધિ કરવામાં આવે છે. ત્યારે હજારો પરિવારો અને ખાસ કરીને બહેનો નદીઓ અને દરિયા કિનારે ઉમટી પડે છે. સૂર્ય મહારાજ અસ્તાચળ તરફ જઈ રહ્યા હોય
ત્યારે બહેનો પૂજાની થાળીઓ અને શેરડીનાં સાટા લઈને ઢળતા સૂરજની સામે બેસીને સૂર્યદેવતાની શાખે છઠ્ઠી મૈયાની પૂજા કરે છે. આ વિધિ ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે.
ત્યારે બહેનો સ્નાન કરીને ઉપવાસ કરે છે. પૂજા પૂરી ન થાય ત્યાં સુધી પાણી પણ પીવાનું હોતું નથી.નદીમાં પાણીમાં ઉભા રહીને પ્રસાદ અને અર્ધ્ય આપવામાં આવે છે.
Read About Weather here
રાજકોટમાં નદીકાંઠે બેસીને બિહાર, બંગાળ અને ઝારખંડનાં રહેવાસી પરિવારની બહેનોએ ઢળતી સાંજે છઠ્ઠ પૂજા કરી તેના આસ્થાભર્યા દ્રશ્યોને અમારા કેમેરામેને આબાદ ઝીલી લીધા છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here