Subscribe Saurashtra Kranti here
રાજકોટમાં વહેલી સવારે મહિલા એકલી જઇ રહી હતી
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચીંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વહેલી સવારે ચેઇન સ્નેચીંગની ઘટના બનતા મહિલાએ મદદ માટે બુમો પાડી હતી. જોકે, મદદ માટે આસપાસ કોઇ નહતું. મહિલાનો અવાજ સાંભળી બે શ્ર્વાન મદદ માટે તેની પાસે દોડી ગયા હતા. આ જોઇને એક વાત કહી શકાય કે માણસ કૂતરો થઇ રહૃાો છે અને કૂતરો માણસાઇ બતાવી રહૃાો છે.
રાજકોટમાં વહેલી સવારે મહિલા એકલી જઇ રહી હતી. જેનો ફાયદો ઉઠાવતા ચેઇન સ્નેચર એક્ટિવા પર આવ્યો હતો અને મહિલાને એકલી જોઇ તેની સોનાની ચેઇન ખેચવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા સાથે ચેઇન સ્નેચીંગ થતા મહિલાએ બુમાબુમ કરી હતી. જોકે, ઘરમાંથી કોઇ બહાર આવ્યુ નહતું. મહિલાનો અવાજ સાંભળી બે શ્ર્વાન તરત જ દોડીને મહિલા પાસે પહોચી ગયા હતા અને ચેઇન સ્નેચરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેઇન સ્નેચર મહિલાની ચેઇન તોડીને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો.
Read About Weather here
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાની ફરિયાદ નોંધી ચેઇન સ્નેચરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here