રાજકોટમાં દરરોજ એક પીડિત પરિણીતા નોંધાવે છે ફરિયાદ: છેલ્લા બે મહિનામાં 55થી વધુ ફરિયાદો આવી

રાજકોટમાં દરરોજ એક પીડિત પરિણીતા નોંધાવે છે ફરિયાદ: છેલ્લા બે મહિનામાં 55થી વધુ ફરિયાદો આવી
રાજકોટમાં દરરોજ એક પીડિત પરિણીતા નોંધાવે છે ફરિયાદ: છેલ્લા બે મહિનામાં 55થી વધુ ફરિયાદો આવી
સંસ્કૃતમાં એક શ્ર્લોક છે. યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે હાલાત જોવાય છે, તેમાં નારીના દરેક જગ્યા અપમાન જ થઈ રહ્યું છે. આ ખૂબ ચિંતાજનક વાત છે. પણસંસ્કૃતિને બનાવી રાખતા નારીના સમ્માન કેવી રીતે કરાય તેના પર વિચાર કરવું જરૂરી છે. લગ્ન પછી- લગ્ન પછી મહિલાઓ પણ બીજી ઘણી જવાબદારીઓ આવી જાય છે. સાસ-સસરા-દેવર નણંદની સેવા પછી તેની પાસે પોતાના માટે સમય જ નહી રહેતો. સંતાનના જન્મ પછી પણ તેમની જવાબદારીઓ વધી જાય છે. ઘર-પરિવારમાં જ વ્યસ્ત હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

એ પોતાના માટે તો સમય હોય જ નહી આખું જીવન બધાના માટે જ કામ કરીને જીવન પસાર કરી નાખે છે. તેને આટલું સમય જ નહી હોય કે એ પોતાના માટે પણ જીવે. પરિવાર માટે પોતાનો જીવન પસાર કરનારામાં ભારતીય મહિલાઓ સૌથી આગળ છે. પણ અત્યારે કંઇક અલગ ચિત્ર ઉપસી આવે છે. હાલની પરિસ્થિતિ જોઇએ તો સાસરીયાના ત્રાસથી પરિણીતાઓ પીડાતી હોઇ તેવી વારંવાર ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે અને ખરેખર ગંભીર આંક જોવા મળે છે.

Read About Weather here

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો દરરોજ સરેરાશ એક ફરિયાદ નોંધાઇ રહી છે. છેલ્લા બે મહિનામાં 55 જેટલી ફરિયાદો નોંધાઇ છે. જે એક સમાજ માટે ગંભીર બાબત ગણી શકાય કે મહિલાને ફરીયાદ કરવી પડે છે. આ ઉપરાંત મહિલાને લગતી દરરોજ 10 થી 15 અરજીઓ કરવામાં આવે છે જેમાંથી અમુક જ કેસોમાં ફરિયાદ નોંધાઇ છે.બાકીની અરજીઓમાં પોલીસ સ્ટાફ દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવતું હોય છે. દહેજ, માનસિક ત્રાસ આપવો જેવી ફરિયાદો વારંવાર થતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here