રાજકોટમાં તમામ પ્રોજેકટ સાઇટ પર સીસીટીવી કેમેરા મુકાશે

રાજકોટમાં તમામ પ્રોજેકટ સાઇટ પર સીસીટીવી કેમેરા મુકાશે
રાજકોટમાં તમામ પ્રોજેકટ સાઇટ પર સીસીટીવી કેમેરા મુકાશે


અટલ સરોવર, લાઇટ હાઇસ, રોડ-રસ્તા સહિત તમામ મોટા કામો ગતિશીલ બનાવવા નવી મોનીટરીંગ સિસ્ટમ, રૂકાવટનો તત્કાલ રીપોર્ટ અને અવરોધ દૂર કરવા અધિકારીઓને આદેશ


રાજકોટ એક વાહન સીસીટીવી કેમેરાથી સજ્જ કરી નાના પ્રોજેકટનું મોનીટરીંગ થશે, રાઉન્ડ ધ કલોક કામ આગળ ધપાવવા અધિકારીઓને સુચના આપતા નવનિયુકત મ્યુ.કમિશનર અમિત અરોરારાજકોટ સ્માર્ટ સિટી રેન્કિંગમાં 16માં ક્રમેથી 46માં ક્રમે ધકેલાયું છે. રાજકોટના નબળી કામગીરીને કારણે પછડાટ સહન કરવી પડી છે. નવનિયુકત મ્યુ.કમિશનર અરોરાએ ગઇકાલે ચાર્જ સંભાળતા જ પેન્ડિંગ કામો તથા વિકાસના કામોને આગળ ધપાવવા અધિકારીઓને સુચના આપી દેવાઇ છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ મા ચાલતા તમામ મોટા પ્રોજેકટોની મોનિટરિંગ માટે દરેક સાઇટ પર સીસીટીવી કેમેરા મુકવા અને એક વાહન સીસીટીવી કેમેરાથી સજ્જ કરી નાના પ્રોજેકટ્સનું મોનિટરિંગ કરવા અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નાના મોટા તમામ મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમયમર્યાદામાં પરિપૂર્ણ કરવાના હેતુસર મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. 25-06-2021 ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી જુદીજુદી પ્રોજેક્ટ્સ સાઈટ્સની મુલાકાત લેવાનો પ્રારંભ કર્યો છે.

જેમાં આજે તેઓએ સવારથી જ સ્માર્ટ સિટી એરિયા, અટલ સરોવર અને લાઈટહાઉસ આવાસ યોજનાની સીટ વિઝિટ કરી હતી.સ્માર્ટ સિટી એરીયામાં હાલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ કામો જેવા કે, રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઈનો, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વગેરે ચાલી રહયા છે જેની મ્યુનિ. કમિશનરએ સ્થળ પર જ સમીક્ષા કરી હતી. સાથોસાથ આ કામો કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો રોડમેપ પણ એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી માંગ્યો હતો. મ્યુનિ. કમિશનરએ સ્માર્ટ સિટી એરીયામાં જ સ્થિત અટલ સરોવરની મુલાકાત લઈ તેના ડેવલપમેન્ટ પ્લાન, થયેલી કામગીરી અને હવે હાથ ધરવાની થતી કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ ઝડપભેર આ પ્રોજેક્ટ આગળ ધપાવવા સૂચના આપી હતી.

ત્યારબાદ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લાઈટહાઉસ આવાસ યોજનાની સાઈટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ લોકોની સુખાકારીમાં વધારો કરનાર પૂરવાર થનાર છે ત્યારે આ હાઉસિંગ પ્રોજેક્ટમાં કાર્યની ગુણવત્તા શ્રેષ્ઠ રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મુક્યો હતો.લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આવા ચાલુ પ્રોજેક્ટમાં કોઇ પ્રશ્નો હોય તો તાત્કાલિક તેનું નિરાકરણ કરી કામગીરી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિઓને મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

Read About Weather here

તેમજ સરકારના કોઈ વિભાગ પાસેથી કશી અનુમતિ લેવાની થતી હોય તેની પ્રક્રિયા પણ ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી તેમજ અટલ સરોવર ખાતેની ક્યુબ ક્ધસ્ટ્રકશન એજન્સી અને રોબર્સ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતેની ક ઝ એજન્સીના પ્રતિનિધિઓને પાઈપલાઈનની કામગીરી ક્યારે પૂર્ણ કરશે તેની માહિતી આપવા જણાવ્યું હતું. આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ રસિક રૈયાણી, સ્પેશિયલ સિટી એન્જી. અલ્પના મિત્રા, ઉઊઊ પરેશ પટેલ અને એજન્સીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here