રાજકોટમાં તબાહી મચાવતો કોરોના, સરકારી કચેરીઓ નવા હોટસ્પોટ

44
રાજધાનીમાં કોરોનાનો કોહરામ
રાજધાનીમાં કોરોનાનો કોહરામ

રાજકોટ શહેરમાં કોરોના મહામારી બેફામ બની રહ્યો છે

Subscribe Saurashtra Kranti here

આકાશવાણીના પાંચ કર્મચારી અને 13 પરીજનો, વધુ બે જજ, 42 રેલ્વે કર્મી સંક્રમીત, રસીકરણની કામગીરી કરનારા તમામ કેન્દ્રોમાં અધિક સાવચેતી આવશ્યક

સરકારી કચેરીઓ અને ખાસ કરીને અદાલતોમાં વધતા સંક્રમણથી ચિંતાનું મોજું, વધુ 3 અદાલતોને બંધ કરવાની નોબત આવી

રાજકોટ શહેરમાં કોરોના મહામારી બેફામ બની રહી છે અને હાહાકાર મચાવી દીધો છે. એક પછી એક સરકારી કચેરીઓ અને અદાલતોમાં કોરોનાએ પગપેસારો કરીને ઉધામો મચાવવાનું શરૂ કરતા છેલ્લા 24 કલાકમાં જ વિક્રમી 164 નવા કેસો નોંધાયા છે. રાજકોટ શહેરમાં અત્યારે સંપુર્ણ લોકડાઉન નથી માત્ર નાઇટ કફર્યુ છે. પરંતુ એકલા નાઇટ કફર્યુના કારણે કોરોનાની ઝેટ ગતી પર કોઇ લગામ મુકી સકાઇ નથી એ સ્પષ્ટ બન્યું છે. એ કારણે લોકોમાં જાગૃતિ વધતી જાય અને સાથે સાથે ટેસ્ટીંગ તથા રસીકરણનું પ્રમાણ પણ વધારી દેવામાં આવે એવી નિષ્ણાંતો સલાહ આપી રહયા છે. જો એવું નહીં થાય તો પરિસ્થિતિ ઘાતક બની જવાનો ડર વ્યકત કરવામાં આવી રહયો છે.રાજકોટમાં તબાહી મચાવતો કોરોના, સરકારી કચેરીઓ નવા હોટસ્પોટ.

રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ કેસોએ 150ની સપાટી પાર કરી લીધી છે. જે ચિંતાની બાબત છે કેમ કે, અટલા મોટા પાયે કેસો કોરોનાના પ્રથમ રાઉન્ડ વખતે અને કોરોના પરાકાષ્ઠાએ હતો ત્યારે જ નોંધાતા હતા. અત્યારે શહેરીજનોમાં જાગૃતિ સાથે માસ્ક, ડીસ્ટન્સ વગેરેના નિયમોની પણ જાણકારી વધી છે અને લક્ષણોથી પણ માહિતગાર થઇ રહયા છે. છતાં સતત કોરોના કેસોનો ઉછાળો વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે નવા પડકાર રૂપ બન્યો છે.

છેલ્લા 3 દિવસથી કોરોના મહામારીએ સરકારી કર્મચારીઓને લપેટમાં લેવાનું શરૂ કર્યુ છે. અત્યાર સુધીમાં આકાશવાણીના પાંચ કર્મચારીઓ, એમના 13 પરીજનો, રાજકોટના 2 જજ, અદાલતોના 10 કર્મચારીઓ, 3 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જયારે રાજકોટ રેલ્વે ડિવિઝનમાં તો કોરોનાએ ઉત્પાત મચાવી દીધો છે. છેલ્લા 2 દિવસમાં 42 અને એક અઠવાડીયામાં 63 રેલ્વે કર્મચારીઓ સંક્રમીત થઇ જતા રેલ્વે ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો છે.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રના ડે.ડાયરેકટર સહિત પાંચ કર્મચારીઓ સંક્રમીત થઇ ગયા છે અને એમના ડઝનથી વધુ પરીવારજનો પણ કોરોના ગ્રસ્ત થયા છે.રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ કેસોએ 150ની સપાટી પાર કરી લીધી છે. જે ચિંતાની બાબત છે. જેના કારણે આજે આકાશ વાણીમાં તમામ સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવનાર છે. જેથી કરીને વધુ કોઇ કેસો હોય તો માલુમ પડી શકે. એજ રીતે શૈક્ષણીક સ્થળે પણ કોરોના કોહરામ મચાવી રહયો છે. જિલ્લાના પડધરી, જસદણ અને તાલુકા શાળાના ત્રણ શિક્ષકો સહિત એક સપ્તાહમાં 10 શિક્ષકોને ચેપ લાગતા હોમકવોરન્ટાઇ કરવામાં આવ્યા છે.અત્યારે શહેરીજનોમાં જાગૃતિ સાથે માસ્ક, ડીસ્ટન્સ વગેરેના નિયમોની પણ જાણકારી વધી છે અને લક્ષણોથી પણ માહિતગાર થઇ રહયા છે. છતાં સતત કોરોના કેસોનો ઉછાળો વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે નવા પડકાર રૂપ બન્યો છે.

Read About Weather here

અન્ય સરકારી કચેરીઓ જયાં દરરોજ સેંકડો અરજદારોની અવર-જવર રહે છે. એ તમામ કચેરીઓમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે. બહુમાળી ભવન, જિલ્લા પંચાયત કચેરી, કલેકટર કચેરી, મનપાની કચેરીઓમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે. જેના કારણે કર્મચારીઓ અને અરજદારોમાં ગભરાટ ફેલાયો છે. સરકારી કચેરીઓમાં માસ્ક અને સામાજીક અંતર જેવા નિયમોનું સખ્તાઇથી પાલન જરૂરી છે. અરજદારોને પણ માસ્ક વિના પ્રવેશ અપાવવો ન જોઇએ. દરેકને સેનીટાઇઝ કરવા જોઇએ અને થર્મલ ચેકીંગ પણ થવું જોઇએ. ચૂંટણી પરીણામો બાદ કોરોના જાણે કે આપણને સબક શીખડાવી રહયો છે કે, ભુલ કરશો એટલે હુ તમને વળગી પડીશ.

રાજકોટ સિવિલની વાત કરીએ તો કોવિડ હોસ્પિટલ જયાં હતી એ ત્રીજો માળ ચૂંટણીઓ પહેલા બંધ કરી દેવાયો હતો. એ વોર્ડના તમામ દર્દીઓ સાજા થઇ ગયા હતા. હવે ફરીથી ત્રીજો માળ ખોલવાની ફરજ પડી છે. અત્યારે 200થી વધુ દર્દીઓને અહીં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.છેલ્લા 2 દિવસમાં 42 અને એક અઠવાડીયામાં 63 રેલ્વે કર્મચારીઓ સંક્રમીત થઇ જતા રેલ્વે ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો છે.છતાં સતત કોરોના કેસોનો ઉછાળો વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે નવા પડકાર રૂપ બન્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

અલગ-અલગ હોસ્પિટલમાં અત્યારે કુલ 550 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને હજુ વધુને વધુ દર્દીઓ ઉમેરાઇ રહયા છે. આગામી દિવસોમાં પથારીઓ ખુટી પડે તો પણ નવાઇ નહીં લાગે એટલી વેગ સાથે કોરોનાના કેસો ઉછાળો મારી રહયા છે.