રાજકોટમાં ડેન્ગ્યુનો હાહાકાર, એક સપ્તાહમાં 50 કેસ

રાજકોટમાં ડેન્ગ્યુનો હાહાકાર, એક સપ્તાહમાં 50 કેસ
રાજકોટમાં ડેન્ગ્યુનો હાહાકાર, એક સપ્તાહમાં 50 કેસ

સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓનો જબ્બર ધસારો: કોરોનાથી માંડ પીછો છૂટયો ત્યાં શહેરીજનોને કનડતો મચ્છરજન્ય રોગચાળો

કોરોના મહામારીથી મહામહેનતે પીછો છૂટયા બાદ રાજકોટના શહેરીજનોને મચ્છરજન્ય રોગચાળો ભારે કનડગત કરવા લાગ્યો છે અને ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એક સપ્તાહમાં જ રાજકોટમાં ડેન્ગ્યુના 50 કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે અને શહેરીજનોમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે. સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહયા છે.

ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની કટારો લાગી રહી છે. રોગચાળો કાબુમાં લેવા માટે મહાનગર પાલિકાના મેલેરીયા અને આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહયા છે.

ફોગીંગ અને પોરાનાશક કામગીરી સહિતની રોગનિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે છતાં ડેન્ગ્યુ રોગનો ઉપાડો વધી રહયો છે. લોકોને સાવધાની રાખવા માટે મનપાએ જાહેર અપીલ કરી છે.

ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાથી બચવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સુત્ર સુચવવામાં આવ્યું છે જે આ મુજબ છે.

પ્રથમ 10: દર રવિવારે સવારે 10 વાગ્યે 10 મિનીટ ફાળવવી, બીજા 10: ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી

કરવા, ત્રીજા 10: આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી પહોંચાડવી માત્ર 10 મિનીટનો સમય આપીને આપ અને આપનો પરિવાર ડેન્ગ્યુ વગેરે બિમારીથી બચી શકશે. મનપાની યાદી જણાવે છે કે, ગઇ તા.18 ઓકટોબર થી 24 ઓકટોબર સુધીમાં જ ડેન્ગ્યુના 50 નવા કેસ નોંધાયા છે

અને મેલેરીયાના 2 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો કેસ નોંધાયો નથી. રોગચાળાના પડકારને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. ગત એક સપ્તાહમાં મનપા આરોગ્ય શાખા અને મનપા વિભાગ દ્વારા 73186 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી.

જયારે 6907 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારો લક્ષ્મીવાડી, ગોપાલ નગર (ઢેબર રોડ), ગીતાંજલી પાર્ક, રામકૃષ્ણ નગર, ન્યુજાગનાથ પ્લોટ, ગાયત્રી નગર,

અયોધ્યા રેસીડેન્સી, ગાયકવાડી, જંકશન પ્લોટ, તક્ષશીલા સોસાયટી, પરસાણા નગર, જંકશન પ્લોટ, ધાંચીવાડ, હાથીખાના, રામનાથપરા, સદરબજાર અને જાગનાથ પ્લોટ વગેરે વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેડ ફોગીંગ મશીનથી ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.

એ ઉપરાંત મચ્છર ઉત્પતી કેન્દ્રો બદલ જવાબદાર આસામીઓને નોટીશો પણ ફટકારવામાં આવી હતી. બાંધકામ સાઇટ પર 77 નોટીશ આપી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

જયારે 35 ઇન્ટ્રીઝ એકમોને નોટીશ આપી બે આસામી પાસેથી રૂ.350નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. રહેણાંક વિસ્તારોમાં 1157 આસામીને નોટીશો આપી રૂ.48050નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here