રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો: એક સપ્તાહમાં 15 કેસ નોંધાયા

રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો: એક સપ્તાહમાં 15 કેસ નોંધાયા
રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો: એક સપ્તાહમાં 15 કેસ નોંધાયા

1 વર્ષમાં કુલ 171 કેસો નોંધાયા, રોગચાળો રોકવા મનપા દ્વારા પગલા

રાજકોટ શહેરમાં ચિકનગુનીયા, ડેન્ગ્યુ, મેલેરીયા જેવા કોઇપણ રોગચાળાને પ્રસરતા રોકવા માટે મહાનગર પાલિકાની આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાની યાદી અનુસાર ગત તા.11 થી 17 ઓકટોબર સુધીમાં જ માત્ર 1 અઠવાડીયામાં ડેન્ગ્યુના 15 કેસો નોંધાતા તંત્ર દ્વારા રોગચાળો રોકવા જોરદાર કામગીરી શરૂ કરવામાં આવી છે.

એક વર્ષમાં 171 કેસ નોંધાયા હતા તેની સામે ગત એક અઠવાડીયામાં 15 કેસ થતા આરોગ્ય શાખા કામે લાગી ગઇ છે.આરોગ્ય શાખા દ્વારા 88748 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. જયારે 7363 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.

મચ્છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ એટલે કે મશીનથી ફોગીંગ કરવામાં આવી રહયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મશીનથી ફોગીંગની સઘન કામગીરી કરવામાં આવી હતી.

મચ્છરની ઉત્પતી રોકવા અને ડેન્ગ્યુ પ્રસરતો અટકાવવા રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, કોર્મ્સીયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગીક એકમો, વેપાર-ઘંઘાના એકમો તેમજ રહેણાંક મકાનની આસપાસ મચ્છના ઉત્પતી સ્થાન જોવા મળે તો નોટીસ અપાઇ છે અને વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

આ રીતે બાંધકામ સાઇટ પર 41 નોટીશ અપાઇ હતી અને રૂ.23 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. 28 ઉદ્યોગ ધંધાના એકમોને નોટીશ આપીને રૂ.6250 જેટલો ચાર્જ વસુલ કરાયો હતો.

Read About Weather here

રહેણાંક વિસ્તારોમાં 1281 આસામીને નોટીસ આપી રૂ.59500નો વહીવટી ચાર્જ વસુલવાની કામગીરી કરવામાં આવી તેમ મનપાના આરોગ્ય અધિકારીની યાદી જણાવે છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here