સવાલોની સટાસટ્ટી બોલાવતા વોર્ડ નં. 7 નાં ભાજપનાં કોર્પોરેટર નેહલ શુક્લ
તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા આડેધડ અપાઈ રહેલા બીયુ સર્ટિફિકેટ અંગે ગંભીર નોંધ લઇ દરેક મનપા સામે નારાજગી જાહેર કરી કડક અમલવારીની તાકીદ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં ભાજપનાં એક કોર્પોરેટરે આ અંગે સવાલોની ધણધણાટી બોલાવી છે અને બીયુ સર્ટિફિકેટનાં મુદ્દા પર મનપા જનરલ બોર્ડમાં કેટલાક સવાલો લેખિતમાં રજુ કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં. 7 નાં ભાજપનાં કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય ડો.નેહલ શુક્લે સામાન્ય સભામાં કેટલાક પ્રશ્નો રજુ કરીને પૂછ્યું છે કે, રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા બીયુ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયા છે? સર્ટિફિકેટમાં અપાતી વિગતોની ચકાસણી કરવાની જવાબદારી મનપાની વિભિન્ન શાખામાંથી કેટલી શાખાની છે અને કઈ કક્ષાનાં અધિકારીઓ ચકાસણી કરે છે? બીયુ આપ્યા બાદ જે તે જગ્યાએ મનપાનાં નીતિ નિયમોનો ભંગ થઇ રહ્યો હોય તો તેની ચકાસણીની જવાબદારી કઈ-કઈ શાખાનાં અધિકારીઓની છે? આ તમામ સવાલનાં તેમણે જવાબ માંગ્યા છે.
Read About Weather here
છેલ્લા પાંચ વર્ષમાં બીયુ આપ્યા બાદ જે તે વ્યક્તિ, સંસ્થાને કે કંપની એટલે કે જે તે વતી બીયુ ધારક પર નિયમભંગ કર્યો હોય તો તે અંગે લીધેલા પગલા અથવા દંડ અને દંડ ધારકનાં નામ તથા પ્રોપર્ટીનાં સરનામાની વિગતો પણ કોર્પોરેટરે માંગી છે અને તેમાં હાઈ રાઈઝ તથા લો રાઈઝ એવી સ્પષ્ટતા કરવા પર તેમણે અનુરોધ કર્યો છે. ગેરકાયદેસર રીતે બાંધકામ કરનાર વ્યક્તિ કે સંસ્થા પર પગલા લઈને તેને મનપાનાં પ્લાન અને નિયમ મુજબ બાંધકામ કરવાની ફરજ પાડવાની જવાબદારી જે શાખાની અને અધિકારીની હોય તેના હોદ્દા સાથે નામ આપવા ભાજપનાં કોર્પોરેટરે તાકીદ કરી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here