રાજકોટ શહેરમાં ચોમાસું હવે ધીમે- ધીમે જમાવટ કરી રહ્યું છે. અષાઢની રંગત જામતી જાય છે. ગઈકાલે મંગળવારે ભારે વરસાદને પગલે શહેરભરનાં રાજમાર્ગો, શેરીઓ, મેદાનો અને લતાઓમાં પાણી ભરાઈ ગયા છે. મેઘરાજાનાં આગમનની સાથે- સાથે જાતજાતનાં રોગો પણ વધવા લાગ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
પરિણામે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સીઝનનાં પહેલા જ જોરદાર વરસાદને પગલે મહાનગર રાજકોટને રોગચાળાએ અજગર ભરડો લઇ લીધો છે. મચ્છરો અને પાણીજન્ય જીવાતોનો ઉપદ્રવ વધી જતા શરદી, તાવ, ઉધરસ જેવો રોગચાળો રોકેટ ગતિએ વધી રહ્યો છે.
Read About Weather here
અહીં પ્રસ્તુત તસ્વીર સિવિલ હોસ્પિટલની છે. અહીં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઓપીડીમાં છેલ્લા બે દિવસથી સેંકડો દર્દીઓની કતારો જામેલી જોવા મળી રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી તાવ, શરીરમાં કળતર, માથાનો દુ:ખાવો, શરદી અને ઉધરસની બિમારીએ જોર પકડી લેતા સિવિલ અને ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓ દવા લેવા માટે ઉભરાઈ રહેલા દેખાય છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here