રાજકોટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા મેયરનો આદેશ

રાજકોટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા મેયરનો આદેશ
રાજકોટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા મેયરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં લોકોને પાયાની મૂળભૂત સુવિધાઓની સાથોસાથ અન્ય જરૂરી પ્રોજેક્ટના લાભ પણ મળતા રહે તે રીતે વિકાસલક્ષી આયોજન કરવામાં આવતું હોય છે. જે મુજબ હાલ પણ જુદાજુદા વિકાસ કામો વિવિધ વોર્ડમાં ચાલી રહેલ છે. આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તેમજ ચાલુ નાણાકીય વર્ષ સને 2022-23માં જુદીજુદી યોજનાઓ તેમજ વિકાસ કામો વહેલી તકે કાર્યવાહી હાથ ધરવાના આજે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને વોર્ડ નં. 2, 3, 7, 13, 14, 17 માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠકમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરા, વોર્ડ નં.2 ના કોર્પોરેટર અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.17 ના કોર્પોરેટર અને શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વોર્ડ નં.13ના કોર્પોરેટર તથા દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા તમામ વોર્ડના કોર્પોરેટરઓ તથા સંગઠનના સ્થાનિક આગેવાનો તેમજ સંબંધક અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મેયર અને કમિશનરએ ઉપરોક્ત તમામ વોર્ડમાં ચાલી રહેલ કામો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી આ કામો ઝડપથી આગળ ધપાવવા સૂચના આપી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ ઠાલવવામાં આવતા હોવાની રજુઆતના પગલે હવે આવો કચરો ઠાલવતા લોકો સામે આર.ટી.ઓ.ની સાથે સંકલન કરીને કામગીરી હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જુદા-જુદા વોર્ડમાં આવેલા મનપાની માલિકીના વિવિધ હેતુના જમીનના પ્લોટની જાળવણી માટે ફેન્સિંગ કરાવવા જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

વોર્ડ નં.-2માં ચુડાસમા મેઈન રોડને ડામર કાર્પેટ કામમાં લેવા બજરંગવાડી સર્કલ પાસે ગેરકાયદેસર દબાણ દુર કરવું, નવી આંગણવાડી બનાવવા તેમજ આરોગ્ય કેન્દ્ર બનાવવાની કામગીરી ક્યાં સુધી પહોંચી તેમ ચર્ચા કરવામાં આવેલ. આ ઉપરાંત રેસકોર્ષમાં નવી આર્ટ ગેલેરી બનાવવાની કાર્યવાહી ઝડપથી આગળ વધારવા રજૂઆત કરેલ.
વોર્ડ નં. 3માં આગામી ચોમાસાની ઋતુ આવી રહેલ હોય સાંઢયા પુલથી પોપટપરા સુધીનો વોકળો વ્યવસ્થિત સફાઈ કરાવવા, નવી વોર્ડ ઓફીસ બનાવવા માટેની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તેમજ રેલનગર અન્ડરબ્રિજના ચોમાસા પછી પાણી પડવાનું ચાલુ રહે છે તે બંધ કરાવવા ઘટતું કરવું, વોર્ડ નં.3માં બાળકોના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ કરવી તેમજ નવા ડેવલપ થયેલ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી આગળ વધારવા રજુઆત કરવામાં આવેલ.

વોર્ડ નં.-7માં રામનાથપરા વિસ્તારમાં સફાઈ કામદારની ઘટના કારણે સફાઈ થતી નથી. નિયમિત સફાઈ થાય તે માટે કાર્યવાહી કરવી. આ ઉપરાંત, વોર્ડ નં.7માં આવેલ પે એન્ડ પાર્કિંગના પ્લોટમાં દબાણો દુર કરવા, શિપિંગ મશીન દ્વારા સફાઈ કરવા ઉપરાંત બધા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા થતી હોય તે માટે દબાણો દુર કરવા. રામનાથ મહાદેવ મંદિરની સફાઈની કામગીરી હાથ ધરવી.વોર્ડ નં.-13માં બાકી રહેલા વિસ્તારોમાં ડી.આઈ.પાઈપલાઈનના કામો ક્રમશ: હાથ પર લેવા, ખોડીયારપરા વિસ્તારમાં રસ્તામાં મેટલીંગ કામ હાથ ધરવા, ટી.પી.રોડ ડેવલોપમેન્ટની મંજુરીની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવા, કોર્પોરેશનની માલિકીના જમીનના પ્લોટમાં દબાણ ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ સફાઈ કામગીરી વધુ ઘનિષ્ઠ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.

Read About Weather here

વોર્ડ નં.-14માં ભક્તિનગર સર્કલ, ગીતા મંદિર પાસે બનાવવામાં આવી રહેલ હોકર્સ ઝોનમાં વધુ સંખ્યામાં ધંધાર્થીઓને નિશ્ચિંત પણે રોજગારી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ઉપરાંત, ગુરૂકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલિટી કંટ્રોલ સેલ માટે બની રહેલી નવી લેબોરેટરી, પુજારા પ્લોટ વોકળાની રિટેઈનીંગ વોલ તથા લલુડી વોકળી અને જીન પ્રેસ તરફ જવાના રસ્તા પરના જુનવાણી નાલાને પહોળું કરવાની ચાલી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.
વોર્ડ નં.-17માં નારાયણનગરથી ઢેબર રોડ સુધીના રસ્તાનું ડામર કામ હાથ ધરવા, હાલ વોર્ડ નં. 17 અને 18 ની વોર્ડ ઓફીસ ભેગી છે તે અલગ કરવા અંગેની હાલ ચાલી રહેલી ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા, વિનોદભાઈ શેઠ કોમ્યુનીટી હોલ નવીનીકરણનું કાર્ય ઝડપથી હાથ ધરવા, વિસ્તારોને ધ્યાનમાં રાખી આવશ્યકતા મુજબ ટીપરવાન ફાળવવા કોર્પોરેટર અને સંગઠનના હોદેદારોએ રજૂઆત કરાઇ હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here