રાજકોટમાં ગુનાખોરીએ માંઝા મૂકી : પાંચ દિવસમાં ત્રણ હત્યા

રાજકોટમાં ગુનાખોરીએ માંઝા મૂકી : પાંચ દિવસમાં ત્રણ હત્યા
રાજકોટમાં ગુનાખોરીએ માંઝા મૂકી : પાંચ દિવસમાં ત્રણ હત્યા

રૈયાગામમાં પુત્રે ધોકાના ઘા ફટકારી પિતાની હત્યા નિપજાવી : જામનગરના લગ્ન પ્રસંગમાં  વહુ સાથે જવા બાબતે પિતાએ જીદ કરતા પુત્રે ધોકા વડે હુમલો કર્યો’તો

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ છેલ્લા પાંચ દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આવેલા મહીકા ગામનાં રસ્તા પર કારખાનેદાર કિશોર ભીખાભાઈ સાવલીયા (ઉ.વ.41) ને ચાલુ કારમાંથી ફેંકી દેવાતા રોડ ઉપર પટકાતા તેમનું મૃત્યુ નિપજયું હતું. અને તેના બીજા દિવસે કાલાવડ રોડઉપર પૂર્વ પતિ આકાશે ધોળા દિવસે પૂર્વ પત્ની સરિતાબેન પંકજભાઈ ચાવડાના ઘરમાં ઘુસી ગોળી ધરબી દઈ મોતને ઘાટ ઉતારી હતી.

જ્યારે રૈયાગામમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેર પોલીસનો ખોફ ઓસરતા હત્યા,લૂંટ, મારમારી,ખડણી, ખુની હુમલો જેવી પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે.છેલ્લા ચાર દિવસમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તરમાં બે હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ  જામનગરમાં કૌટુંબિક દીકરીના લગ્ન પ્રસંગમાં જવા બાબતે પિતા ફિરોજભાઈ તાયાણીએ જીદ કરતા પુત્રે ઇમરાન તાયાણીએ ઝગડો કરી ધોકા વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા કરી હતી.જ્યારે પિતાએ સ્વબચાવમાં હુમલો કરતા પુત્રને પણ ઇજા થવા પામી હતી.સિવિલની સારવારમાં વૃદ્ધનું ગંભીર ઇજાના કારણે મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

Subscribe Saurashtra Kranti here

હત્યાના બનાવ અંગે હમીદાબેન ફિરોજભાઈ સુમરા ( ઉ.વ.૫૨) ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પતિ ફિરોઝને ધોકા મારી હત્યા કરનાર પુત્ર ઇમરાન ફિરોજભાઈ સુમરા  સામે હત્યા,મારમારી, જાહેરનામાભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હત્યારા પુત્રને સંકજમાં લીધો છે.

સદર બજારમાં નાના પુત્ર સમીરના ઘરે ભીલવાસમાં  રહેતા હમીદાબેને જણાવ્યું છે કે રાત્રીના સમયે જામનગરમાં ગુલાબનગર વિસ્તરમાં કૌટુંબિક પુત્રીના લગ્ન પ્રસંગમાં ઇમરાન તથા તેની પત્ની અંજુએ જવાનું નક્કી કર્યું હતું.જે બાબતે સસરા ફિરોજભાઈએ પણ લગ્ન પ્રસંગમાં જવાની જીદ કરતા પિતા – પુત્ર વચ્ચે ગાળાગાળી બાદ ધોકા વડે મારમારી થઈ હતી.જેમાં ફિરોઝભાઈ સુમરાને માથાના ભાગે  ગંભીર ઇજાઓ થતા પુત્રને પણ સામાન્ય ઇજા થતા  સિવિપ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા ચાલુ સારવાર દરમ્યાન ફિરોજભાઈનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

Read About Weather here

હત્યાના બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એસ.ચાવડા, હેડ કોન્સ્ટેબલ સાજીદ ખોરાણી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી ઇજાગ્રસ્ત પુત્રને સંકજમાં લીધો છે. આરોપી ઇમરાનને ઘરે પણ બે સંતાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here