રાજકોટમાં કોરોનાનો હાહાકાર યથાવત : વધુ 19ના મૃત્યુ

138
રાજકોટ
રાજકોટ

રાજકોટમાં કોરોનાના કેસો રોજે રોજ આકાશની ઉંચાઇને આંબી રહયા છે


મોડી સાંજે રેમડેસીવીર ઇન્જેકશનનો પુરવઠો આવી જતા લોકોને હાશકારો

ગુજરાતમાં 24 કલાકમાં 3160 કેસ અને 15ના મોત

શહેરમાં મહામારીનો મહા રાક્ષસ વધુને વધુ બેફામ એક‘દિમાં 311 કેસનો વિક્રમ સર્જાયો

Subscribe Saurashtra Kranti here


રાજકોટ મહાનગરમાં રેમડેસીવીર ઇન્જેકશનની સતત ત્રીજા દિવસે અછત

રાજકોટના આકાશમાં ધેરા આધાત, વેદના અને પીડાના લીસોટા, રોજે રોજ વધતો મૃત્યુ આંક: શહેરીજનો ચીંતાતુર બન્યા, સ્મશાનોમાં જગ્યા નથી, લોકો લડી લેવા મક્કમ
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના મહામારીએ મચાવી દીધેલો હાહાકાર હવે પરાકાષ્ઠાએ પહોંચી રહયો છે અને રોજેરોજ નવા કેસો અને મૃત્યુ આંકમાં ઉછાળો નોંધાઇ રહયો છે. છેલ્લા 24 કલાકમાં જ રાજકોટમાં કોરોનાથી 19 મૃત્યુ થયાનું નોંધાયું હતું. જયારે નવા નોંધાયેલા કેસોએ આજે પહેલીવાર 300નો આંક પાર કરી દીધો હતો.

સૌરાષ્ટ્રમાં પણ અન્યત્ર રોજે રોજ કોરોના સંક્રમણ વધી રહયું છે એવા શહેરોમાં જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, દ્વારકા, અમરેલી વગેરે શહેરોનો સમાવેશ થાય છે. જયાં રોજે રોજ કેસો વધી રહયા છે. રાજકોટમાં મૃત્યુ આંક સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. જેના કારણે આરોગ્ય તંત્ર ચિંતા તુર બન્યું છે અને કોવિડ સારવારમાં કોઇ કમી ન રહે એ માટે તાબડ તોબ પગલા લેવામાં આવી રહયા છે. લોકોને સમયસર દાખલ કરવામાં આવે એ માટે ટેસ્ટીંગ પછી તરત જ પોઝિટિવ દર્દીની સારવાર શરૂ કરી દેવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલોમાં કોવિડના બેડ ફુલ થઇ ગયા હોવાથી વહીવટી તંત્ર દ્વારા નવા બેડ ઉભા કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સમરસ હોસ્પિટલમાં 1 હજાર નવા બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોના દર્દીની સારવાર માટે ખુબ મહત્વના રેમડેસીવીર ઇન્જેકશનની અછત પુરી કરવા માટે આજે એક દિવસમાં 1 હજાર ઇન્જેકશનનો પુરવઠો રાજકોટને ફાળવવામાં આવ્યો છે. હજુ પણ જરૂર પડે ત્યારે વધારાનો પુરવઠો મોકલવા માટે રાજયના આરોગ્ય ખાતાએ ખાત્રી ઉચ્ચારી છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતની હાલત બગડતી જાય છે. અમદાવાદમાં આજે એક દિવસમાં 773 કેસો નોંધાયા છે અને 6ના મોત થયા છે.

ગુજરાતમાં આજે કુલ 3160 નવા કેસો નોંધાયા હતા અને 15ના મોત થયા છે. સુરતમાં 22 આરોગ્ય કર્મીઓ સંક્રમીત થયા છે. અમદાવાદમાં કોરોના રસી લેનાર એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. આઇઆઇએમમાં વધુ 19 કેસો બહાર આવ્યા છે. સુરતમાં આજે બનેલી સૌથી વધુ કરૂણા ભરી ઘટનામાં 13 વર્ષના એક બાળકનું માત્ર પાંચ કલાકમાં કોરોના એ ભોગ લઇ લીધો હતો. મોટા વરાછામાં રહેતા ભાવેશભાઇ કોરાટના 13 વર્ષના પુત્ર ધ્રુવને કોઇ લક્ષણો દખાતા ન હતા. અચાનક તેને શ્ર્વાસમાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઇ જતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો અને પાંચ કલાકની સારવારમાં બાળકે દમ તોડી દીધો હતો આ ઘટનાએ આરોગ્ય સ્ટાફને પણ હચમચાવી નાખ્યો હતો. સુરતમાં 22 જેટલા આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમીત થઇ ગયા છે.

રાજકોટમાં કોરોનાના કેસો રોજે રોજ આકાશની ઉંચાઇને આંબી રહયા છે. આજે બસ પોર્ટના સુપરવાઇઝર સહિત 9 કર્મચારીઓને કોરોના લાગુ પડી જતા બસ પોર્ટના સ્ટાફમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં 24 કલાકનો મૃત્યુનો આંક 19 થયો છે. જે નવા વેવ પછીનો સૌથી મોટો મૃત્યુ આંક છે એના કારણે શહેરભરમાં શોક અને અરેરાટી પ્રસરી ગયા છે. રેમડેસીવીર ઇન્જેકશનની તંગી સર્જાય છે. અત્યારે શહેરને દરરોજ 3500 ઇન્જેકશનની જરૂરીયાત છે. પણ ત્રણ દિવસથી કોરોના દર્દીઓ માટેના જરૂરી એવા ઇન્જેકશનની તંગી ઉભી થઇ છે પણ હજી સુધી તેનો અંત આવ્યો નથી.

રાજકોટ શહેરમાં રસીકરણ પણ હવે રોજેરોજ કરવામાં આવી રહયું છે. કોરોનાનો નવો સ્ટ્રેન મોટા ભાગે યુવાનોને ઝપેટમાં લઇ રહયો હોવાથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં પ્રાધાન્ય અપાનાર છે. એટલી ઉંમરના જે કોઇ લાભાર્થી કોમોરબીડ હોય કે ન હોય એમણે વહેલા સર રસીકરણ કરાવી લેવું જોઇએ એવું કલેકટર અને મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read About Weather here

સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે અને રાજકોટમાં તો રોજે રોજ મૃત્યુના આંક કુદકે અને ભુસકે રોજ વધી રહયો છે. છેલ્લા 24 કલાકમાં જ સૌરાષ્ટ્રમાં 665 કેસો નોંધાયા હતા. રાજકોટમાં નવો વિક્રમી આંકડા પર કોરોના પહોંચ્યો હતો. એક દિવસમાં 311 નવા કેસો નોંધાયા હતા એજ રીતે જામનગરમાં એક દિવસમાં સદી પુરી કરીને કોરોનાના 124 કેસો નોંધાયા હતા. ભાવનગરમાં પણ ઉછાળો માર્યો છે અને 79 નવા કેસો નોંધાયા છે. જૂનાગઢમાં પણ ફુફાડો મારનાર કોરોનાના 32 નવા કેસ નોંધાયા છે અને મોરબીમાં 33 નવા કેસો નોંધાયા છે. દ્વારકામાં 23, સુરેન્દ્રનગરમાં 22, અમરેલીમાં 20, બોટાદમાં 10 અને ગીરસોમનાથમાં 10 કેસો નોંધાયા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleવડાપ્રધાન : દેશના દરેક નાગરિક સુધી વિકાસ પહોંચી રહયો છે
Next articleરાજ્યમાં હજુ કોરોનાના કેસ વધશે :રૂપાણી