રાજકોટમાં કોરોનાનો આતંક, 24 કલાકમાં 8 મોત, 166 કેસ

રાજકોટ
રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટના પડોશમાં ગોંડલ તથા ધોરાજી ખાતે પણ કોરોનાના દર્દીઓની સારવાર

દર્દીઓની સંખ્યા વધતા વધારાના બેડની વ્યવસ્થા માટે તંત્રની ભારે દોડાદોડી, છેલ્લા પાંચ દિવસથી કેસનો આંક સદીની ઉપર અને બે દિવસથી 150ને પાર

લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની સાવધાની રાખવા અપીલ, અદાલતો, સરકારી ઇમારતો વધતા જતા સંક્રમણથી વહીવટી કામગીરીને અસર

છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રને કોરોનાનો મહારાક્ષસ ઘમરોળી રહયો છે અને સૌથી વધુ કેસો રોજેરોજ રાજકોટમાં નોંધાઇ રહયા છે. તેના કારણે દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતા વધારાના બેડની વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં નવા 166 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા બે દિવસથી નવા કેસોનો આંકડો 150ની સપાટીને પાર કરી રહયો છે. સરવાળે રોજે રોજ કેસોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. આથી વધારાના બેડ ઉભા કરવામાં આવી રહયા હોવાનું કલેકટર કચેરી અને મનપાના સુત્રોએ જણાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ સમરસ હોસ્ટેલમાં વધારાના 100 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.

જયારે વીરનગરમાં પણ વધારાના 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એજ રીતે રાજકોટના પડોશમાં ગોંડલ તથા ધોરાજી ખાતે પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે 90-90 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ફોજદારી અને સીવીલ કોર્ટ બંધ કરવી પડી છે. તેનો વકીલો વિરોધ કરી રહયા છે. ગઇકાલે પણ વકિલોએ અદાલતના પ્રાગણમાં દેખાવો કર્યા હતા. પરંતુ અલગ-અલગ અદાલતોમાં નવા કેસો નોંધાયા છે.

જેના કારણે હાલ ફોજદારી કોર્ટ અને ફેમેલી કોર્ટની કામગીરી બંધ કરવાની ફરજ પડી છે.રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહયું છે. પરિણામે હવે ટેસ્ટીંગ અને ટ્રેસીંગની પ્રક્રિયા વેગવાન બનાવવાનો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને નાથવા માટે તંત્ર શકય તેટલા રાહત અને બચાવના ઉપાયોનો અમલ કરવા માટે પ્રયત્નશીલ બની છે. ધુળેટી પછી સુપરસ્પ્રેડરોને શોધવા માટે જોરદાર જુબેશ શરૂ કરવામાં આવશે.

Read About Weather here

મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, રસીકરણની સાથે સાથે સુપરસ્પ્રેડરનું ટેસ્ટીંગ વેગ પુર્વક આગળ ધપાવવાનું વિચારાયું છે. ધુળેટી પછી ફેરીયા, શાકભાજી વાળા, ફુટ અને દુધના ધંધાર્થીઓ ઘરે-ઘરે ફરતા ડીલીવરી બોય એ તમામનું જોરદાર ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટીંગ એટલા માટે જરૂરી છે કે, સંક્રમણના ફેલાવવાની કડીઓને તોડી શકાય અને કેસોને કાબુમાં લઇ શકાય. જુદા-જુદા વિસ્તારોમાં ટીમો ફરશે અને તમામ સુપરસ્પ્રેડરનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે. હજુ શહેરમાં ખાસ કરીને માર્કેટ, મોલ, શાક માર્કેટો જેવા જાહેર સ્થળે ભીડ ભેગી થઇ રહી છે અને લોકો માસ્ક વિના નિકળતા હોવાનું દેખાય છે.

આથી આવા વિસ્તારોમાં ટીમો મોકલીને માસ્ક તેમજ સામાજીક અંતરના નિયમોનું પાલન કરાવવામાં આવે એ અતિ આવશ્યક છે. કેમ કે, લોકો ધીમે ધીમે નિયમો ભુલતા જતા હોય એવું દેખાય છે. દંડ કર્યા વિના એમને સમજાવીને અથવા માસ્કનું વિતરણ કરીને આ કામગીરી વધુ વેગવાન બનાવવી જરૂરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here