રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં કપૂરના ભાવમાં વધારો !

રાજકોટમાં કોરોના
રાજકોટમાં કોરોના

રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં લોકો કોરોનાથી બચવા માટે કપૂર, લવિંગ અને અજમાનો ઉપયોગ કરે છે ત્યારે આ ઉપયોગી વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે !

રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં ૪૦ ટકા દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચુ આવતુ રહૃાું હોવાનું બહાર આવ્યું છે. મેડિકલ ઉપચારની સાથોસાથ આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહૃાાં છે. ઘરેલું પ્રાણવાયુ તરીકે ઓળખાતા કપૂરનો ભાવ રાજકોટમાં રાતોરાત ઉછળ્યો છે. ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયામાં કિલોએ વેચાતા કપૂરનો ભાવ આજે ૧૭૦૦થી ૧૮૦૦ રૂપિયા થઇ ગયો છે. આથી કિલોએ ૫૦૦થી ૬૦૦ રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહૃાાં છે. હાલ રાજકોટની બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્ય રીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે.

Read About Weather here

અત્યારના સમયમાં ડોક્ટર પણ આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહૃાાં છે. ત્યારે લોકો હવે કપૂરની પોટલી બનાવી સાથે રાખી રહૃાાં છે. આ કપૂરની પોટલી બજારમાં ૪૦થી ૬૦ રૂપિયાની વહેંચાય છે. ફક્ત કપૂરની પોટલી જ નહીં પરંતુ લોકો કપૂરની અગરબત્તીની પણ ધૂમ ખરીદી કરી રહૃાાં છે. કપૂર ૩-૪ પ્રકારના આવે છે. જેમાંથી હાલ ભીમસેન કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. તો સાથે જ પહેલા જે કપૂરના કિલોના ભાવ ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા હતા જે આજે વધીને ૧૭૦૦થી ૧૮૦૦ રૂપિયા ભાવ થઈ ગયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસિવિલનો વોર્ડબોય રેમડેસિવિરના પાવડરમાં ગ્લુકોઝનું પાણી ભેળવી વેચતો ઝડપાયો !
Next articleવેક્સિન-આરોગ્ય સેવા માટે રિઝર્વ બેંકનો 50 હજાર કરોડનો ધિરાણ ડોઝ